ઝઘડિયા તાલુકાનાં રઝલવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને ભરૂચ જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.
ઝઘડિયા તાલુકાનાં રઝલવાડા ગામ ખાતે ધારાસભ્ય રીતેષ વસાવા નાં અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથનાં માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતનાં નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાનાં શપથ લીધા હતા.
આ તકે ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યએ પોતે પણ આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી અને ગામનાં મહત્તમ લોકો આ કેમ્પ થકી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.
કાર્યક્રમમાં રઝલવાડા ગામનાં સરપંચ હિતેશભાઈ વસાવા, ઉપસરપંચ અશ્વિનભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#guajaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment