કોરોનાનો કહેર યથાવત કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા... જાણો...
શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ભારતમાં કોરોના વાયરસ વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં જેમ જેમ ઠંડી વધી રહી છે, કોરોના વાયરસનાં નવા કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 692 નવા કેસ નોંધાયા છે, જેનાંથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કારણે બે લોકોનાં મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે.
કોરોના નાં નવા સબ-વેરિઅન્ટ JN.1 વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 110 નવા કેસ નોંધાયા છે. બુધવારે પ્રથમ વખત દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોના અને તેના સબ વેરિઅન્ટના કેસમાં વધારો થઇ શકે છે.
#gujaratnivacha
😷😷😷😷😷😷😷😷😷😷
Comments
Post a Comment