નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન

નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન

🔶યુવાનોને ભારતની વિકાસ ગાથાને આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહિત કરવાના સંદેશ સાથે...


🔶કન્યાકુમારી થી દિલ્હી જતી નેશનલ કેડેટ કોર્પ્સનું મેગા સાયક્લોથોન ગ્રુપ ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ જે.પી.કૉલેજ આવી પહોંચતા ભરૂચ જિલ્લા કલેક્ટરે ફ્લેગ ઈન કરાવ્યું


🔶ભરૂચ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપની અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું


 મનિષ કંસારા દ્વારા 

ભરૂચ: નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન હાથ ધરી છે. યુવાનોને ભારતનાં વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરવાનાં સંદેશ સાથે નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપ કન્યાકુમારી થી દિલ્હી જતી મેગા સાયક્લોથોન ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ સ્થિત જે.પી. કોલેજ ખાતે આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સ નાં વિદ્યાર્થીઓની હાજરીમાં તાળીઓ અને “ભારત માતા કી જય”ના નારા સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા દ્વારા ફ્લેગ ઇન કરાવવામાં આવ્યું હતું. 


   મેગા સાયક્લોથોન ગ્રુપ કન્યાકુમારીથી ૦૮ મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, રાજ્યોમાંથી પસાર થઈને આજે ભરૂચ ખાતે આવી પહોંચી હતી. આ ટીમને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવનારી ૨૬ મી જાન્યુઆરીએ ફ્લેગ ઈન કરવામાં આવનાર છે. 

   આ તબક્કે, કલેક્ટર તુષારભાઈ સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપના પ્રતિભાવો જાણ્યા હતા. તેમના સાથે હળવાસની પળો માણી પોતાના અનુભવો વાગોળ્યા હતા. આ અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમની યાત્રાનાં આગળનાં દિવસો વિશે વિગતે પણ જાણકારી મેળવી હતી.    





   આ દરમિયાન, તેમણે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત કેડેટ કોર્પ્સ ગ્રુપની કિશોરીઓએ નારી સશક્તિકરણ નાં સંદેશા સાથે કન્યાકુમારી થી લઈ દીલ્હી સુધીની રેલી દ્વારા લર્નીંગ અને ડિસિપ્લિન નાં અનુભવો સાથે મહિલાઓને પ્રેરણા પૂરી પાડી અદમ્ય સાહસ બતાવ્યું છે. ભવિષ્યમાં બાળકો માટે શિસ્તની ટ્રેનીંગ તરીકે આ યાત્રાને જોઈ શકાશે. તેમના માટે “એક ભારત, શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ” કરાવતી યાત્રા બની રહેશે.  

   નેશનલ કેડેટ કોર્પ્સ નાં ૭૫ વર્ષનાં સમયગાળા માં આ વિકાસ ગાથાની પ્રક્રિયામાં નિર્ણાયક સાબિત થઈ છે. નેશનલ કેડેટ કોર્પ્સ સંસ્થા મહિલા સશક્તિકરણ તરફ કામ કરતું એક મહત્વનું પાસુ છે. આપણો ભારત દેશ આર્થિક શક્તિ તરીકે ઉભરીને આવ્યો છે. દેશ અને સમાજનાં વિકાસમાં સ્ત્રીઓનો અગ્રિમ ફાળો રહ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ સંસ્થા યુવાનોને ભારતનાં વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આમ નેશનલ કેડેટ કોર્પ્સ નાં ૭૫ વર્ષનાં સમયગાળામાં આ વિકાસ ગાથાની પ્રક્રિયામાં નિર્ણાયક સાબિત થઈ છે. એટલે જ આ રેલીને "મહિલા શક્તિ કા અભેદ સફર" નામ આપવામાં આવ્યુ છે. 






   આ ઉપરાંત, ૦૮ મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સાયક્લોથોનને કન્યાકુમારીથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, રાજ્યોમાંથી પસાર થઈને આજે ભરૂચ ખાતે આવી પહોંચી હતી. આ રેલી ૩૨ દિવસોમાં તેની ૩૨૩૨ કિમી લાંબી સાયકલિંગ મુસાફરી કરશે અને આવનારી ૨૬ જાન્યુઆરીના રોજ રેલીને પીએમ દ્વારા ફ્લેગ ઇન કરાવાશે. 

 

   આ તબક્કે, નેશનલ કેડેટ કોર્પ્સનો સ્ટાફ, મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સ નાં યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"