Posts

આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન

Image
આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ✍️ નરેન્દ્રભાઈ દવે              હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ માહ સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી કરાઈ રહી છે. આજરોજ સદર પોષણ માસ ની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કમિશનરશ્રી, તથા પ્રોગ્રામ ઓફીસરશ્રી ના માગૅદશૅન હેઠળ શાંતેશ્વર સેજા ખાતે ન્યુટ્રિ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત અતિ અને મધ્ય કુપોષિત બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ખજૂર, કઠોળ તેમજ લાડુની બનેલી ન્યુટ્રિ કિટનું વિતરણ કરવામાં આવેલ. હિન્દૂ યુવા વાહીની, ગુજરાત પ્રદેશ દ્વારા જૂનાગઢ મ.ન.પા.મા નોંધાયેલ 116 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલ તેમજ આ બાળકો માટે ઘી, ખજૂર અને પ્રોટીન પાઉડર નાં ડબ્બાનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે વાનગી નિદર્શન પણ કરવામાં આવેલ જેમાં આંગણવાડી ખાતેથી વિતરણ થતા બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિ ટી.એચ.આર. માંથી અવનવી વાનગી બનાવી લોકો તેનો નિયમિત ઉપયોગ કરે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. #gujaratnivacha 🙏🇮🇳🙏...

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

Image
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન   ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ નાં આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત “એડવાન્સીસ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય ઉપર પાંચ દિવસીય તાલીમનું આયોજન તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ. આ તાલીમના મુખ્ય ઉદ્દેશ વોટરશેડ માં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભ જળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, સેટેલાઈટ, જીપીએસ, વિવિધ મોબાઈલ એપ્સ તેમજ ઈન્ટરનેટ પરની વિવિધ અદ્યતન ટેકનોલોજી અંગે તાલીમ આપવાનો હતો.   આ તાલીમના સમાપન સમારોહમાં  ડો. પી. એમ. ચૌહાણ ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજના નાં પી.આઈ હાજર રહી અને તેમણે તેમના ઉદ્બોધનમાં આ તાલીમમાં વિવિધ ક્ષેત્રનાં તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહિતીનું મહત્વ જણાવ્યું તેમજ આઈ. ડી. પી. યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે પ્રોત્સાહિત કરી અને યુનિવર્સીટી દ્...

કારકીર્દી માર્ગદર્શન / વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજવળ તકો

Image
કારકીર્દી માર્ગદર્શન / વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજવળ તકો ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતેની કૃષિ ઈજનેરી અને ટેકનોલજી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસનાં ક્ષેત્રે ઉજવળ તકો રહેલી છે. હાઈટેક ખેતી, જળ અને જમીન સંરક્ષણ, ફ્રુડ પ્રોસેસીંગ (કૃષિ પેદાશો- ઉપ પેદાશોની મુલ્ય વૃદ્ધી) કાર્યક્ષમ ખેતી ઓજારો, યંત્રો, ટેકટરનાં ઉપયોગ, જળ સ્ત્રાવ વિસ્તાર, વિકાસ, ગ્રીનહાઉસ ટેકનોલોજી જેવાં અગત્યનાં ક્ષેત્રોની વધી રહેલી અગત્યતાને લીધે કૃષિ ઈજનેરોની માંગ વધેલ છે.  બી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી પ્રદાન કરતી રાજ્યની  કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજો ગુજરાતમાં જુનાગઢ, ગોધરા અને દેડીયાપાડા ખાતે આવેલી છે. જેમાં ત્રેણેય કોલેજ થઇ કુલ – ૧૮૭ સીટ ધરાવે છે. જે પૈકી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુનાગઢ કૃષિ ઈજનેરી અને ટેકનોલજી મહાવિદ્યાલય ખાતે ૯૦ સીટ (૭૨ ગુજરાત બોર્ડ + ૫ અન્ય બોર્ડ + ૧૩ આઈ.સી.એ.આર.) ધરાવે છે. આ અભ્યાસક્રમનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯/૦૯/...

જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો

Image
જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો   ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ:   "સેવા પરમો ધર્મ" આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારતાં તમે અનેક આદર્શ વ્યક્તિઓને જોયા હશે! પણ નાની ઉંમરથી જ જે તે વ્યક્તિનો હાથ સેવા તરફ વળે એવાં બહુ ઓછા દાખલા હશે! ત્યારે આજે એક એવા જ બાળક વિશે અને તેમના સેવાકાર્ય ( Social work)  વિશે વાત કરીશું ,  જે તમારા સૌ માટે અવશ્યથી પ્રેરણારૂપ બનશે. ડીઆઈજીપી ઓફીસ ( DIGP) - જૂનાગઢ ખાતે ફરજ બજાવતા મનિષાબેન ભરાડ તથા તેમના પુત્ર મૌલિક અવારનવાર ખાસ તહેવારો ,  વર્ષગાંઠ વગેરે દિવસોની ઉજવણી  ' અપનાઘર વૃદ્ધાશ્રમ ' ના વડીલો સાથે કરતા હોય છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ વખતે મૌલિકએ સંકલ્પ કરેલ કે ,  ગણપતિ ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિ બાપા પાસે એકઠી થયેલ તમામ રકમ અપના ઘરના વડીલો સાથે ઉજવણી કરવામાં વાપરવી. મૌલિકને આવેલ આ વિચારને તેમની માતાએ વધાવી લીધો અને એ વિચારમાં એક નવીન પ્રયોગ પણ ઉમેર્યો. મૌલિક પોતે અવાર-નવાર અપનાઘર જતો હોય છે ,  ત્યારે અપનાઘરના વડીલો પણ મૌલિક પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હોવાથી પોતાના મિત્ર સર્કલને પણ તેમની સાથે આ...

ભરૂચ શહેરમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરતી ભેજાબાજ ટોળકીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ભરૂચ શહેર “એ” ડિવિઝન. પો.સ્ટે.ની ટીમ

Image
ભરૂચ શહેરમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરતી ભેજાબાજ ટોળકીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ભરૂચ શહેર “એ” ડિવિઝન. પો.સ્ટે.ની ટીમ   ✍️ મનિષ કંસારા ભરૂચ: ગત તા.૨૨/૦૯/૨૦૨૧ નાં રોજ ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ ખાતેથી ફરીયાદીને રીક્ષામાં બેસાડી ફરીયાદી નાં ખિસ્સામાંથી હાથ ચાલાકીથી રૂ.૭૦૦૦/- ની રકમ ચોરી કરી નાસી ગયેલ હોય જે બાબતે ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવતાં તાજેતરમાં આવાં બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી સુચના મળતાં ભરૂચ વિભાગ, ભરૂય મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર "એ" ડિવિઝન પો.સ્ટે. પો. ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. ભરવાડ નાઓ ની સુચનાથી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાં માણસોએ સદરહુ ગુનો ડિટેક્ટ કરવાં માટે "VISWAS" પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના ...

“આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન

Image
 “આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે  ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન  ✍️ મનિષ કંસારા ભરૂચઃ   “આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે વાણિજ્ય મંત્રાલય ભારત સરકારનાં બરોડા ક્ષેત્રનાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૦૯-૨૦૨૧ નાં રોજ ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન થયેલ છે. કોન્કલેવ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનમાળા તેમજ પેનલ ડીસ્કસનનું પણ આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત કેમીકલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીજીયોનલ ડાયરેક્ટર શ્રી સન્મીતસીંઘ, સ્પે. ઈકોનોમિકઝોન-દહેજના ડેવેલપમેન્ટ કમિશનરશ્રી આર મુથ્થુરાજ અને કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી મધુકર રાઉત દ્વારા નિકાસકારોને માર્ગદર્શન આપવામાં આવશે.  વધુમાં જિલ્લાનાં ઉદ્યોગકારો અને એક્ષ્પોર્ટર હાઉસનાં પ્રતિનિધિઓ સાથે પેનલ ડીસ્કસનનું પણ આયોજન કરવામાં આવેલ છે.  સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ ભરૂચ જિલ્લાનાં ઉદ્યોગકારોને નિકાસલક્ષી માહિતી મળી રહે તેમજ ભરૂચ જિલ્લાનાં વધુને વધુ ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમન...

પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું

Image
પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે   ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ: ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની સાપ્તાહિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે.    હાલમાં ચાલી રહેલ પોષણ માસનાં ત્રીજા સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાને ન્યુટ્રીકીટનું વિતરણ કરવાનું થાય છે.    જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં આંગણવાડી કેન્દ્ર આમોદ-૬ પર પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. જિ.પં.ભરૂચ, ઈ.ચા.ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર, નગરપાલિકાનાં સભ્યશ્રીઓ, આમોદ તાલુકાનાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રીનાં હસ્તકે સગર્ભા, ધાત્રીમાતા, મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકોને ન્યુટ્રીકીટ વિતરણ કરવામાં આવી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳