હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ
હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ
'ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો - વિધાનસભા ચૂંટણી ૨૦૨૨'
'હું મતદાન અવશ્ય કરીશ'
✍️ મનિષ કંસારા
ભરૂચ: જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
વિધાનસભાના ચૂંટણીમાં વધુને વધુ મતદારોને મતદાન કરે તેવો અનુરોધ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયો છે. ભરૂચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત ભરૂચ જિલ્લાની વિધાનસભા બેઠક પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.
'ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો- વિધાનસભા ચૂંટણી ૨૦૨૨' - 'હું મતદાન અવશ્ય કરીશ'ના સૂત્રો સાથેની કલાત્મક રંગોળી કરી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
6352918965
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment