અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત નુતન વર્ષ માં એક નવો વિચાર...Share with?!

અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત  નુતન વર્ષ માં એક નવો વિચાર...
Share with?!
 

✍️ ગૌતમ દવે (શિક્ષક)

   આપણે એક એવા યુગમાં, એક એવી સદીમાં આગળ વધી રહ્યા છીએ જ્યાં સતત વ્યક્તિગત અને સામાજિક વિચારધારા માં પરિવર્તન આવી રહ્યું છે... મોબાઇલ અને ઈન્ટરનેટ ની એ દુનિયા છે આ જ્યાં દરેક બાબતો હાથવગી છે... જેને આજની યુવાપેઢી મોર્ડન લાઈફ સ્ટાઈલ કહી રહી છે અને એ મોર્ડન લાઈફ સ્ટાઈલ ને અનુરૂપ પોતાની જાતને ફિટ કરવા સતત પ્રયત્નશીલ છે, સંઘર્ષ કરી રહી છે... જેની અસર વ્યક્તિગત જીવન , કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા પર થાય છે.... આ સમયે share with ? એક નવા પોઈન્ટ નો ઉદભવ થયો... 

   આપણે દરેક એક સભ્ય સમાજમાં ઘરનાં સભ્યો થી લઈને સમાજ વ્યવસ્થાનાં ભાગ રૂપે વિવિધ વર્ગનાં, વિવિધ ક્ષેત્રનાં અલગ-અલગ માનસિક્તા ધરાવતા માનસપટલ સાથે જોડાયેલા છીએ... જેમાં ઘણાંબધાં વિચારો નું આદાન પ્રદાન, વસ્તુઓની આપ લે, એકબીજાનાં કપડાં થી લઈને ઘણું બધું share (આપ લે) કરતાં હોઈએ છીએ... આ દરેક પરિસ્થિતિમાં ક્યારેક સંબંધો માં એવા પ્રશ્ર્નો ઉદભવે છે કે મારી જોડે share (આપ લે) કરવું...  હવે હાલની સ્વતંત્ર વિચારધારા યુગમાં આ એક પક્કડ સાબીત થાય છે.... માનવસહજ સ્વભાવે લાગણી હોવાથી આપણે ઈચ્છીએ કે મારૂં વ્યક્તિ, મારૂં અંગત દરેક બાબત મારી જોડે જ share કરે પણ એ દરેક વખતે શક્ય નથી હોતું અને જ્યારે એ share ના કરે એટલે અણગમો પેદા થાય અને એમાંથી ગુસ્સા માં પરિવર્તન થાય અને વિખવાદ ઉભો થાય... ખબર ના રહે તો મોટું સ્વરૂપ ધારણ થાય અને અબોલા પણ થઈ જાય અને સંબંધ મૃત અવસ્થામાં આવી જાય...

    Share with ?  આ પ્રશ્નાર્થ ચિન્હ માં પતિ-પત્ની પણ હોય, મા-બાપ પણ હોય, ભાઈ-બહેન પણ હોય, મિત્રો પણ હોય, બુધ્ધિજીવી વ્યક્તિ પણ હોય, વડિલ પણ હોય...  દરેક વસ્તુ, દરેક વિચાર share કરવા એ વિચાર ને અનુરૂપ પાત્ર નક્કી થાય છે... પતિ દરેક વાત પોતાની પત્ની ને કે પરિવાર ને કરે એ શક્ય નથી એ માટે મિત્રો ની પણ જરૂર પડે... એ જ પ્રમાણે પતિ એવી અપેક્ષા રાખે કે મારી પત્ની બધુ જ મારી જોડે share કરે એ પણ શક્ય નથી કારણકે એ અમુક બાબતો એની બહેન કે સ્ત્રી મિત્ર જોડે share કરી શકે... એટલે આજનાં જમાનામાં આ share with ? આ મુદ્દો સમજવો જરૂરી છે અને આપણી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ ને પોતાની રીતે વ્યક્ત થવા દેવો જરૂરી છે, દરેક બાબતો પોતાના જોડે જ વ્યક્ત કરે એવું મનમાં ન રાખવું જોઈએ તો જ સંબંધો માં મધુરતા જળવાઈ રહેશે...

અસ્તુ 🙏🙏🙏

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara

📱 63529 18965

GMail ID Ⓜ️

 kansaramanish4@gmail.com

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ