જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી

જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી

✍️ મનિષ કંસારા

ભરૂચ: જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

   આ વેળાએ  દરેક મતદાન મથક ખાતે યોગ્ય ઢાળ (Proper gradient) વાળો Ramp હોવો જોઇએ તથા અન્ય તમામ ખાતરીપૂર્વક ની લઘુત્તમ સુવિધાઓની (AMF) ચકાસણી કરવામાં આવી હતી. મતદાન મથક સ્થળ કે જ્યાં ચાર કે ચારથી વધુ મતદાન મથકો આવેલ છે તેવા સ્થળનાં પ્રાંગણમાં શક્ય હોય ત્યાં સુધી આવવા (Entry) અને જવા (Exit) માટેના દરવાજા (Gate) અલગ રાખવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી. કોઇ મતદાન મથક ભીડભાડ વાળી જગ્યાએ આવેલ હોય તો મતદાનનાં દિવસે વાહનનાં પાર્કીંગની તથા Queue Managementની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા મતદારોને તે મતદાન મથક સ્થળ સુધી પહોંચવામાં કોઇ અગવડતા ન પડે તેની ચોકસાઇ કરવામાં આવી હતી. જોખમી મતદાન મથકો ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અને લોકો નિર્ભય રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી ખાતરી કરી હતી.            

   Vulnerable વિસ્તારની સંયુક્ત મુલાકાત દરમ્યાન મતદારોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેની ખાતરી પણ કરવામાં આવી હતી. મતદારોને મતદાન મથક સ્થળે “મતદાન” કરવા અંગેનો એક સારો અનુભવ મળે તેવાં પગલાં ભરવા, જેવાં કે “Waiting room” ની વ્યવસ્થા; સાફ-સફાઇ વાળું મતદાન મથક; મતદારોને લાંબો સમય લાઇનમાં ઉભું ન રહેવું પડે તેવી વ્યવસ્થા; યોગ્ય Signage; VAB (Voter Assistance Booth) ની સ્થાપના વગેરેની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આપની માહિતી આપવા સંપર્ક કરો


મનિષ કંસારા

#manishkansara

📱 63529 18965

Ⓜ️

 kansaramanish4@gmail.com

#gujaratnivacha



Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ