ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

 GUJARAT NI VAACHA

#gujaratnivacha


🔸એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી. વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી


🔸ભરૂચ જિલ્લામાં ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત

#gujaratnivacha 

✍️ મનિષ કંસારા 

ભરૂચ: વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે  ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.    



   નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

  આ માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં  SST-સ્ટેટીક સર્વેલન્સ ૨૧ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમ, VST-વિડિયો સર્વેલન્સની ૬  ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૫ ટીમો દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara 

kansaramanish4@gmail.com

📱63529 18965

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ