Posts

Showing posts from August, 2021

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી/ કેવડિયા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ

Image
રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી/ કેવડિયા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ 🔶 કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું 🔶મહાનુભાવોનાં હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાયું. રાજપીપલા: કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેનું આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.    આ કોન્ફરન્સમાં રાજ્યોનાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ, સચિવો એ ભાગ લીધો અને વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કર્યો. કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુરા, ગુજરાત સરકાર નાં મંત્રી ગણપતસિંહ વસાવા, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનાં રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યાં    આ બે દિવસીય કાર્યક્રમનાં પ્રથમ દિવસ તા. ૩૦ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વિવિધ રાજ્યોનાં મહિલા અન...

સોમનાથ ખાતે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી

Image
સોમનાથ ખાતે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી ✍️ નરેન્દ્રભાઈ દવે     ગીર-સોમનાથ તા. ૨૮ ,   સોમનાથ રામમંદિર  ઓડીટોરીયમમાં રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિની ઉજવણી મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.         આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ,  મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૈારવપુર્ણ બિરૂદથી નવાજ્યાએ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિિ ના અવસરે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી મેઘાણી દ્વારા પ્રથમ કાવ્ય દિવડો ઝાંખો બળેની રચના કરવામાં આવી હતી. શ્રી મેઘાણી આજે પણ લોકહૈૈૈૈયે જીવંત છે. લોક સાહિત્ય ક્ષેત્રે તેમનું અનન્ય અને મહામુલુ પ્રદાન ક્યારેય વિસરાશે નહી સદાય અજરામર રહેશે.         આ કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન ઉપર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રી મેઘાણીના પુસ્તકોના સેટનું જિલ્લા અન...

શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ

Image
શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ  (સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ ✍️ નરેન્દ્રભાઈ દવે     પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નું લોકાર્પણ દેશના માન. પ્રધાનમંત્રીશ્રી અને ટ્રસ્ટનાં  માન.અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૦-૦૮-૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું.     દેશ વ દેશથી આવતા યાત્રિકો માટે વોક-વે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વોક-વે તા.૨૮-૦૮-૨૦૨૧ નાં  રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.   આ વોક-વેના પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારીની તકો પણ વધશે. ભારત સરકારશ્રીની પ્રાસાદ યોજનાથી રૂા.૪૭.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ૧.૫ કિલોમીટર લાંબા વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઈટમાં જ સુંદર આધ્યાત્મિક ચિત્રો બનાવવામાં આવ્યા છે, સાયકલીંગ, વોક, બાયનોક્યુલર, હોર્સ / કેમલ રાઈડીંગ, બેઠક માટે જરૂરી ફર્નિચર તેમજ મ્યુઝીક સીસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે.    યાત્રિકો આ વોક-વે પર ચાલતા ચાલતા વિશાળ સમુદ્રના દર્શન પણ કરી શકશે. આ વોક-વેમાં પ્રવેશ માટે ૦૨ એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે. ૦૧ પોલીસ સ્ટેશનની સામે અને ૦૨ પ્રભાસ પાટણ પો...

સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નાઓએ સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી

Image
સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નાઓએ સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી   ✍️ નરેન્દ્રભાઈ દવે      સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા  નાઓ એ તેમના વતન ચોરવાડ થી સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી હતી. સોમનાથ મહાદેવ પાસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાણી ની અછત વર્તાય, તે પુર્વે સારા વરસાદની યાચના કરી હતી. જેથી લોકો ને પીવાના પાણીની અછત ન રહે, ખેડૂતો માટે પ્રમાણસર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ વિશ્વ રક્ષા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, કોરોના ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

જંતુનાશક દવાઓના કાર્યક્ષમ ઉપયોગ વિશે ખેડૂત શિબિર યોજાઈ

Image
જંતુનાશક દવાઓનાં કાર્યક્ષમ ઉપયોગ વિશે ખેડૂત શિબિર યોજાઈ   ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ:  હિન્દુસ્તાન ઇનસેકટીસાઈડ લિમિટેડ (હિલ) ઇન્ડિયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,  અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર ના સંયુક્ત ઉપક્રમે ૨૩, ઓગસ્ટ ના રોજ શ્રી પાનદેવ લેઉવા પટેલ સમાજ, કેશોદ ખાતે જંતુનાશક દવાઓના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગ વિષય પર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેશોદના માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાની, હિલ (ઇન્ડિયા) લિમિટેડ દિલ્હીથી રાજનારાયણ ચંદ્રા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ ગુજરાતના હેડ વિકાસ યાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ના કૃષિ વૈજ્ઞાનિક શ્રી રમેશ રાઠોડ અને શ્રી મનીષ બલદાનીયા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ ના માર્કેટિંગ ઓફીસર કૌશિક કાસુન્દ્રા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ કેશોદના ડિલર શ્રી શ્યામભાઈ ચોવટીયા અને તેમની ટિમ તેમજ અંદાજીત ૪૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેલ.     કેશોદના માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાનીએ તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે હિલ ઇન્ડિયા ભારત સરકારની કંપની છે તેમના દ્વારા આપવામાં આવતી પ્રોડક્ટની માહિતી અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે પણ...

જુનાગઢ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ

Image
જુનાગઢ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ પુર્ણા દિવસની ઉજવણી અંતર્ગત “મને ગર્વ છે, હું મોટી થઈ રહી છું” વિષય ઉપર સેટકોમ દ્વારા કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવ્યું તેમજ કાપડની થેલીને પોષણ/સ્વચ્છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈ યોજવામાં આવી ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ: જુનાગઢ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર માસનાં ચોથા મંગળવારને પુર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રો ખાતે ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરી અને ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ દ્વારા પુર્ણા કેલેન્ડરની થીમ મુજબ વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.    તા.૨૪/૧૧/૨૦૨૧ નાં રોજ પુર્ણા દિવસની ઉજવણી અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાનાં તમામ ૧૭૯ આગણવાડી કેન્દ્રો ખાતે કાપડની થેલીને પોષણ/સ્વચ્છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈ યોજવામાં આવેલ. આ હરીફાઈમાં ૧૪૧૩ કિશોરીઓ એ ભાગ લીધેલ. દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ભાગ લેનાર કિશોરીઓ પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર કિશોરીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ. આ ઉપરાંત આજનાં દિવસે સબલા કીટના એપ...

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણ તેમજ રાશન કીટ નું વિતરણ કરાયું

Image
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણ તેમજ રાશન કીટ નું વિતરણ કરાયું     ✍️ નરેન્દ્રભાઈ દવે   એક તરફ મોંઘવારી વધી રહી છે બીજી બાજુ કોરોના ની મહામારી  લોકડાઉન જેવી પરિસ્થતિ માં કોઈ કોઈ નું ભાવ પૂછતું નથી જરૂરિયાત નાં સમય માં સગા વહાલા ઓ પણ પણ મોઢું ફેરવી લેતા હોય છે, ત્યારે સત્યમ સેવા યુવક મંડળ તેમજ દાતા શ્રી દ્વારા  ખાસ કરીને વિધવા ત્યકતા તેમજ શ્રમિક પરિવારો ની હાલત કફોડી હોય છે  ત્યારે સાતમ આઠમ નાં તહેવાર ની ઉજવણી ગરીબ પરિવાર હર્ષ ઉલ્લાસ થી કરી શકે તે માટે જૂનાગઢ તેમજ કેશોદ માં એક હજાર કુટુંબો ને તેલ ની બોટલ, મોહનથાળ, ગાંઠિયા, સોનપાપડી, ચવાનું, ચા  ખાંડ, લોટ,ખીચડી, વિગેરે ની કીટ તૈયાર કરી જૂનાગઢ ઉપરકોટ પાસે ના ફેરિયા તેમજ નાના કેબીન ધારકો તથા ગાઈડ લોકોને છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી માં ધંધા રોજગાર બંધ હોય તેવા પરિવાર તેમજ આસપાસ ના ગામડા ઓ ને આ અવસર નો લાભ આપવામાં આવેલ હતો.   સામાજિક કાર્યકર શ્રી મનસુખભાઇ વાજા નાં માર્ગદર્શન હેઠળ સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરી. ટ્રસ્ટ દ...