સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણ તેમજ રાશન કીટ નું વિતરણ કરાયું

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણ તેમજ રાશન કીટ નું વિતરણ કરાયું   

 ✍️નરેન્દ્રભાઈ દવે

  એક તરફ મોંઘવારી વધી રહી છે બીજી બાજુ કોરોના ની મહામારી  લોકડાઉન જેવી પરિસ્થતિ માં કોઈ કોઈ નું ભાવ પૂછતું નથી જરૂરિયાત નાં સમય માં સગા વહાલા ઓ પણ પણ મોઢું ફેરવી લેતા હોય છે, ત્યારે સત્યમ સેવા યુવક મંડળ તેમજ દાતા શ્રી દ્વારા  ખાસ કરીને વિધવા ત્યકતા તેમજ શ્રમિક પરિવારો ની હાલત કફોડી હોય છે  ત્યારે સાતમ આઠમ નાં તહેવાર ની ઉજવણી ગરીબ પરિવાર હર્ષ ઉલ્લાસ થી કરી શકે તે માટે જૂનાગઢ તેમજ કેશોદ માં એક હજાર કુટુંબો ને તેલ ની બોટલ, મોહનથાળ, ગાંઠિયા, સોનપાપડી, ચવાનું, ચા  ખાંડ, લોટ,ખીચડી, વિગેરે ની કીટ તૈયાર કરી જૂનાગઢ ઉપરકોટ પાસે ના ફેરિયા તેમજ નાના કેબીન ધારકો તથા ગાઈડ લોકોને છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી માં ધંધા રોજગાર બંધ હોય તેવા પરિવાર તેમજ આસપાસ ના ગામડા ઓ ને આ અવસર નો લાભ આપવામાં આવેલ હતો.

  સામાજિક કાર્યકર શ્રી મનસુખભાઇ વાજા નાં માર્ગદર્શન હેઠળ સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરી. ટ્રસ્ટ દામજીભાઇ પરમાર, પાર્થભાઈ કોટેચા, રમણીકભાઈ રાણીંગા, પું ભીમબાપુ ઉપલા દાતાર વજુભાઈ ધકાણ, નાગભાઈ વાળા, મનીષભાઈ લોઢીયા, ડો ચીખલીયા, કમલેશભાઈ પંડ્યા, પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણ, તારાબેન અમુભાઈ વૈઠા, શાંતાબેન બેસ, હેમતભાઈ પટેલ, અભયભાઈ ચોકસી, રજનીભાઇ શાહ, વિગેરે ના આર્થિક સહયોગ થી વડાલ, ભીયાળ,કાથરોટા, ઇસાપુર, વંથલી, વિગેરે ગામોમાં વિતરણ કરવામાં આવેલ હતું  ગામો ના સરપંચો નો પણ ખુબજ સહકાર આપેલ હતો.         

  નોબલ કોલેજના શ્રી પાર્થભાઈ કોટેચા દ્વારા જણાવેલ કોરોના ની વેકસીન જરૂરથી લેશો. અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, સુશીલાબેન શાહ, મેંણદ ભાઈ ડાંગર, વડાલ ના સરપંચ ગાંડુભાઈ ઠેસીયા, અલ્પેશભાઈ પરમાર, માધાભાઈ પારધી, પ્રવીણભાઈ જોષી, મનહર સિંહ ઝાલા, નિર્મળા બેન ધકાણ વિગેરે એ જહેમત ઉઠાવી હતી.     

  કેશોદ ખાતે બાબુભાઇ પુરોહિત, ઋષિકેશ દવે, રામભાઈ પુરોહિત એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ