રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી/ કેવડિયા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી/ કેવડિયા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ


🔶કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું


🔶મહાનુભાવોનાં હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાયું.

રાજપીપલા: કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશનાં વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેનું આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 

  આ કોન્ફરન્સમાં રાજ્યોનાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ, સચિવો એ ભાગ લીધો અને વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કર્યો. કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુરા, ગુજરાત સરકાર નાં મંત્રી ગણપતસિંહ વસાવા, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનાં રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યાં 

  આ બે દિવસીય કાર્યક્રમનાં પ્રથમ દિવસ તા. ૩૦ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વિવિધ રાજ્યોનાં મહિલા અને બાળ વિકાસ વિભાગનાં મંત્રીઓ તથા સચિવઓ વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી આજે કોન્ફરન્સ નાં બીજા દિવસ તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું અને મિશન પોષણ ૨.૦, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર વુસ્તૃત ચર્ચા થઈ હતી.


રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

#gujaratnivacha



🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા