સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નાઓએ સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી
સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નાઓએ સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી
✍️ નરેન્દ્રભાઈ દવે
સોમનાથ વિધાનસભાનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નાઓએ તેમના વતન ચોરવાડ થી સોમનાથ સુધી સાઈકલ યાત્રા યોજી હતી. સોમનાથ મહાદેવ પાસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાણી ની અછત વર્તાય, તે પુર્વે સારા વરસાદની યાચના કરી હતી. જેથી લોકો ને પીવાના પાણીની અછત ન રહે, ખેડૂતો માટે પ્રમાણસર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ વિશ્વ રક્ષા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, કોરોના ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment