સોમનાથ ખાતે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી

સોમનાથ ખાતે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી
✍️ નરેન્દ્રભાઈ દવે
    ગીર-સોમનાથ તા. ૨૮
, સોમનાથ રામમંદિર ઓડીટોરીયમમાં રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિની ઉજવણી મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

        આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૈારવપુર્ણ બિરૂદથી નવાજ્યાએ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતિિ ના અવસરે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી મેઘાણી દ્વારા પ્રથમ કાવ્ય દિવડો ઝાંખો બળેની રચના કરવામાં આવી હતી. શ્રી મેઘાણી આજે પણ લોકહૈૈૈૈયે જીવંત છે. લોક સાહિત્ય ક્ષેત્રે તેમનું અનન્ય અને મહામુલુ પ્રદાન ક્યારેય વિસરાશે નહી સદાય અજરામર રહેશે.

        આ કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન ઉપર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રી મેઘાણીના પુસ્તકોના સેટનું જિલ્લા અને તાલુકાના ગ્રંથાલયોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ચિરાગ સોલંકી અને સંગીતા ચૈાહાણ કલાકારો દ્વારા શ્રી મેઘાણી રચિત કાવ્યો, ગીતોની રમઝટ બોલાવામાં આવી હતી. અંતમા રાષ્ટગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. શાબ્દીક સ્વાગત સંસ્કૃત યુનિ. કુલપતીશ્રી ગોપનાથ મીશ્રાએ કર્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી દિપક નિમાવતે કર્યું હતું. લોકોએ મનભરી કાર્યક્રમ માણ્યો હતો.

        આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખશ્રી પીયુશ ફોફંડી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારીશ્રી શર્યુબેન ઝણકાટ, યુવા વિકાસ અધિકારીશ્રી મકવાણા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"