શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ

શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ 
(સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ

✍️ નરેન્દ્રભાઈ દવે


   પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નું લોકાર્પણ દેશના માન. પ્રધાનમંત્રીશ્રી અને ટ્રસ્ટનાં માન.અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૦-૦૮-૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું. 

  દેશ વદેશથી આવતા યાત્રિકો માટે વોક-વે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વોક-વે તા.૨૮-૦૮-૨૦૨૧ નાં રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. 

 આ વોક-વેના પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારીની તકો પણ વધશે. ભારત સરકારશ્રીની પ્રાસાદ યોજનાથી રૂા.૪૭.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ૧.૫ કિલોમીટર લાંબા વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઈટમાં જ સુંદર આધ્યાત્મિક ચિત્રો બનાવવામાં આવ્યા છે, સાયકલીંગ, વોક, બાયનોક્યુલર, હોર્સ / કેમલ રાઈડીંગ, બેઠક માટે જરૂરી ફર્નિચર તેમજ મ્યુઝીક સીસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે. 

  યાત્રિકો આ વોક-વે પર ચાલતા ચાલતા વિશાળ સમુદ્રના દર્શન પણ કરી શકશે. આ વોક-વેમાં પ્રવેશ માટે ૦૨ એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે. ૦૧ પોલીસ સ્ટેશનની સામે અને ૦૨ પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ પાસે યાત્રિકો રૂા. ૫ /- ની ટીકીટ લઈ પ્રવેશ કરી શકશે, ૦૨ કલાકના સમયગાળા માટે ટીકીટથી પ્રવેશ મળશે. ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વોક-વે પર સ્વચ્છતા અને સલામતિ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે, પ્રવેશ ટીકીટ ફરજીયાત છે. વોક-વે પરનાં મારૂતિ હાટમાં સમુદ્રિકનારે ઘણાં સમયથી વેપાર કરતાં ફેરીયાઓને પણ ટોકન ફી લઈ નિયમબદ્ધ રીતે દુકાનો ફાળવવામાં આવશે. તેવી જ રીતે ઘોડા / ઉંટવાળા તથા ફોટોગ્રાફરોને પણ નિયમબદ્ધ કરી આઈ.કાર્ડ આપીને જ પ્રવેશ આપવામાં આવશે. સ્થાનિકો માટે માત્ર રૂા.૫૦/- માં માસિક પ્રવેશ પાસ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  દેશ-પરદેશથી આવતા યાત્રાળુઓ માટે પ્રવાસ યાદગાર બને તે માટે આ સમુદ્રદર્શન પથ એક અનેરૂ આકર્ષણ રહેશે. યાત્રાળુઓ જુદા જુદા લોકેશનથી પોતાની સેલ્ફી લઈને યાદગીરી રાખી શકશે. પ્રભાસ પાટણ માટે આ નવનિર્મિત સમુદ્રદર્શન પથની ગરિમા પૂર્ણ જાળવણી કરવા વિનંતી છે. એવું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ