જંતુનાશક દવાઓના કાર્યક્ષમ ઉપયોગ વિશે ખેડૂત શિબિર યોજાઈ

જંતુનાશક દવાઓનાં કાર્યક્ષમ ઉપયોગ વિશે ખેડૂત શિબિર યોજાઈ

  ✍️ નરેન્દ્રભાઈ દવે

જુનાગઢ: હિન્દુસ્તાન ઇનસેકટીસાઈડ લિમિટેડ (હિલ) ઇન્ડિયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,  અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર ના સંયુક્ત ઉપક્રમે ૨૩, ઓગસ્ટ ના રોજ શ્રી પાનદેવ લેઉવા પટેલ સમાજ, કેશોદ ખાતે જંતુનાશક દવાઓના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગ વિષય પર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેશોદના માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાની, હિલ (ઇન્ડિયા) લિમિટેડ દિલ્હીથી રાજનારાયણ ચંદ્રા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ ગુજરાતના હેડ વિકાસ યાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ના કૃષિ વૈજ્ઞાનિક શ્રી રમેશ રાઠોડ અને શ્રી મનીષ બલદાનીયા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ ના માર્કેટિંગ ઓફીસર કૌશિક કાસુન્દ્રા, હિલ (ઇન્ડિયા) લિમિટેડ કેશોદના ડિલર શ્રી શ્યામભાઈ ચોવટીયા અને તેમની ટિમ તેમજ અંદાજીત ૪૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેલ. 

  કેશોદના માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાનીએ તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે હિલ ઇન્ડિયા ભારત સરકારની કંપની છે તેમના દ્વારા આપવામાં આવતી પ્રોડક્ટની માહિતી અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે પણ ખેતી લક્ષી માહિતી આપવામાં આવે તેનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. 

 શ્રી રમેશ રાઠોડે કૃષિ વૈજ્ઞાનિકશ્રીએ જંતુનાશક દવાઓના ઉપયોગ તથા વપરાશ સમયે રાખવાની કાળજીઓ અને સલામતીના પગલાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી. હિલ (ઇન્ડિયા) ગુજરાતના હેડ વિકાસ યાદવએ વિવિધ પ્રોડક્ટના વપરાશ અને ઉપયોગ વિશે માહિતી આપેલ. આ શિબિરના માધ્યમથી ખેડૂતોને ખુબજ ઉપયોગી માહિતી મળેલ એવું ખેડૂતોએ એમના પ્રતિભાવોમાં જણાવેલ. 

  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કેવિકેના શ્રી રમેશ રાઠોડ, હિલ (ઇન્ડિયા)ના કૌશિક કાસુન્દ્રા અને કેશોદના ડિલર શ્રી શ્યામભાઈ ચોવટીયા એ ભારે જહેમત ઉઠાવેલ.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ