જુનાગઢ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ
પુર્ણા દિવસની ઉજવણી અંતર્ગત “મને ગર્વ છે, હું મોટી થઈ રહી છું” વિષય ઉપર સેટકોમ દ્વારા કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવ્યું તેમજ કાપડની થેલીને પોષણ/સ્વચ્છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈ યોજવામાં આવી
✍️ નરેન્દ્રભાઈ દવે
જુનાગઢ: જુનાગઢ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર માસનાં ચોથા મંગળવારને પુર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રો ખાતે ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરી અને ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ દ્વારા પુર્ણા કેલેન્ડરની થીમ મુજબ વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.
તા.૨૪/૧૧/૨૦૨૧ નાં રોજ પુર્ણા દિવસની ઉજવણી અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાનાં તમામ ૧૭૯ આગણવાડી કેન્દ્રો ખાતે કાપડની થેલીને પોષણ/સ્વચ્છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈ યોજવામાં આવેલ. આ હરીફાઈમાં ૧૪૧૩ કિશોરીઓ એ ભાગ લીધેલ. દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ભાગ લેનાર કિશોરીઓ પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર કિશોરીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ. આ ઉપરાંત આજનાં દિવસે સબલા કીટના એપ્રનથી કિશોરીઓને પ્રજનન અને જાતીય આરોગ્ય ઉપર સમજણ, જાતીય સમાગમ દ્વારા ફેલાતા ચેપ (HIV/એઈડ્સ) વિશે, સેનેટરી પેડ માર્ગદર્શન અને ઉપલબ્ધતા અને નિકાલ નાં વિષય ઉપર કિશોરીઓને સંદેશા આપવામાં આવેલ. આ ઉપરાંત આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મને ગર્વ છે, હું મોટી થઈ રહી છું (સ્વચ્છતા અને માસિક સમયનું વ્યવસ્થાપન)” વિષય ઉપર સેટકોમ દ્વારા કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવ્યું. આ સેટકોમ ૧૬૮૦ કિશોરીઓ દ્વારા નિહાળવામાં આવેલ. સદર કાર્યક્રમમાં જુનાગઢ મહાનગરપાલિકાનાં પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી વત્સલાબેન દવે, સી.ડી.પી.ઓ. શ્રીમતી ગીતાબેન વણપરિયા તેમજ તમામ સુપરવાઈઝર બહેનો દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવેલ.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment