Posts

સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું

Image
સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું   🔸 વનીકરણ સાથે લોકોના આરોગ્યની પણ દરકાર રાખતું સામાજિક વનીકરણ વિભાગ ✍️ મનિષ કંસારા  ભરૂચ:  સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા ભમાડીયા ગામની પ્રાથમિક શાળામાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ રેંજ વાલિયાના આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાના અધ્યકક્ષસ્થાને મેડીકલ કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા વનીકરણ સાથેસાથ સામાન્ય જનતાની તંદુરસ્તી સારી રહે એનો ખ્યાલ રાખી એક અનોખું પગલું ભરી સામાન્ય જનતા માટે મેડીકલ કેમ્પનું  સફળ આયોજન કર્યું હતું.       આ કેમ્પમાં સામાન્ય રોગો તેમજ આંખ, કાન તેમજ દાંતને લગતી સમસ્યાઓની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી. આજુબાજુ નાં ગામનાં લોકોએ મોટી સંખ્યામાં મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો.     કાર્યક્રમનાં અંતે આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ સેવંતુ વસાવા અને  પ્રદીપસિંહ ભરથાનિયા વગેરે ઉપસ્થિ...

ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2022-23 યોજાયું

Image
ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2022-23 યોજાયું ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ “મેક ઈન ઈન્ડિયા”ના સપના સહજતાથી સાકાર કરી શકશે: સાંસદ મનસુખભાઈ વસાવા ✍️ મનિષ કંસારા  ભરૂચ: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભરૂચ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ તથા એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કૂલના સંયુકત ઉપક્રમે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું  જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨-૨૩નું આયોજન ભરૂચની એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.     આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે; દેશે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિનાં પંથે હરણફાળ ભરી છે. જેનાં થકી જ વિશ્વનાં અગ્રીમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવા લાયક બનાવી દીધા છે. વિશ્વનાં મોટો દેશો પણ કોરોના મહામારીમાં મંદીમાં સપડાયા હતા. પરંતુ આપણા દેશનાં અર્થશાસ્ત્રીઓની મદદથી આપણો દેશ જીડીપીની દરે વિશ્વની પાંચમાં નંબરનાં ઈકોનોમી તરીકે ઉભરી આવ્ય...

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

Image
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો  ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો 🔸 ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે આરોગ્ય  ક્ષેત્રે ભારતની ભૂમિકા હવે પિતામહની છે- જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષી 🔸ભરૂચના લોકોએ નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો ✍️ મનિષ કંસારા  ભરૂચ: આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હરદિન હરઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશીત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ દ્વારા દાંડિયા બજાર, મિશ્રશાળા નં. - ૬માં આયુષ મેળો તથા આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.    આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાર્યું હતું.    જિલ્લા વિકાસ અધિકારી...

પર્વતની ટોચે પક્ષીરાજનાં ધામા

Image
પર્વતની ટોચે પક્ષીરાજનાં ધામા  પર્વતની ટોચે પક્ષીરાજના ધામા..... 🔸પાવાગઢ પર્વતની કોતરોમાં ૧૦ રામસેવક “જટાયું”જેવા ગીધોનો થયો વસવાટ... 🔸જોખમમાં આવી ગયેલા ભારતીય ગીધોની પાવાગઢમાં વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ 🔸મહાકાળી માતાનાં મંદિરની પાછળની કોતરો અને નવલખા કોઠાર પાછળ બનાવાયેલા માળામાં ગીધો દ્વારા તેના બચ્ચાઓનો ઉછેર મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહીં ૧૦ પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારનાં આ ગીધ છે.     વિશ્વભરમાં ગીધની ૨૩ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી ૯ પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ ૭ પ્રકારની પ્રજાતિઓ તો આપણા ગુજરાતમાં  જ જોવા મળે છે. આ ૭ પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીય...

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ યોજાઈ

Image
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ યોજાઈ ✍️ મનિષ કંસારા ભરૂચ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી .     આ મીટિંગમાં અગાઉની મીટિંગમાં પીસી-પીએનડીટી એક્ટ હઠળ રીન્યુઅલ અને નવી હોસ્પિટલનું નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવતા ઇન્સ્પેક્શન ઓર્ડર મુજબ સપ્ટેમ્બર-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધીમાં કુલ-૯૭ (સત્તાણુ) હોસ્પિટલનાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણ દરની પણ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં.      આ મીટિંગમાં કમિટીનાં ચેરપર્સન વાસંતીબેન દિવાન તથા કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. #‌gujaratnivacha 📱 +91 63529 18965 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

Image
ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ   GUJARAT NI VAACHA #gujaratnivacha 🔸 એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી. વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી 🔸ભરૂચ જિલ્લામાં ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત #gujaratnivacha  ✍️ મનિષ કંસારા  ભરૂચ: વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે  ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.         નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.    આ માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમ...

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

Image
હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ ' ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો - વિધાનસભા ચૂંટણી ૨૦૨૨' 'હું મતદાન અવશ્ય કરીશ' ✍️ મનિષ કંસારા  ભરૂચ: જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે રંગોળી તૈયાર કરવામાં આવી  હતી.            વિધાનસભાના ચૂંટણીમાં વધુને વધુ મતદારોને મતદાન કરે તેવો અનુરોધ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયો છે. ભરૂચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત ભરૂચ જિલ્લાની વિધાનસભા બેઠક પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.     'ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો- વિધાનસભા ચૂંટણી ૨૦૨૨' - 'હું મતદાન અવશ્ય કરીશ'ના સૂત્રો સાથેની કલાત્મક રંગોળી કરી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.  આપની માહિતી આપવા સંપર્ક કરો મનિષ કંસારા #manishkansara   6352918965 kansaramanish4@gmail.com   #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳