સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું
🔸વનીકરણ સાથે લોકોના આરોગ્યની પણ દરકાર રાખતું સામાજિક વનીકરણ વિભાગ
✍️ મનિષ કંસારા
ભરૂચ: સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા ભમાડીયા ગામની પ્રાથમિક શાળામાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ રેંજ વાલિયાના આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાના અધ્યકક્ષસ્થાને મેડીકલ કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા વનીકરણ સાથેસાથ સામાન્ય જનતાની તંદુરસ્તી સારી રહે એનો ખ્યાલ રાખી એક અનોખું પગલું ભરી સામાન્ય જનતા માટે મેડીકલ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું.
આ કેમ્પમાં સામાન્ય રોગો તેમજ આંખ, કાન તેમજ દાંતને લગતી સમસ્યાઓની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી. આજુબાજુ નાં ગામનાં લોકોએ મોટી સંખ્યામાં મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો.
કાર્યક્રમનાં અંતે આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ સેવંતુ વસાવા અને પ્રદીપસિંહ ભરથાનિયા વગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાનાં પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
6352918965
#gujaratnivacha
Comments
Post a Comment