ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

 ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દાંડિયા બજાર મિશ્રશાળામાં આયુષ મેળો અને આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

🔸ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે આરોગ્ય  ક્ષેત્રે ભારતની ભૂમિકા હવે પિતામહની છે- જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષી

🔸ભરૂચના લોકોએ નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો


✍️ મનિષ કંસારા 

ભરૂચ: આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હરદિન હરઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશીત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ દ્વારા દાંડિયા બજાર, મિશ્રશાળા નં. - ૬માં આયુષ મેળો તથા આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. 




  આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાર્યું હતું. 

  જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, આજ ના  આધુનિક યુગમાં આપણા તમામની જીવનશૈલી આયુર્વેદના સિદ્ધાંતો વિરુદ્ધ છે. જેણે કારણે શરીર રોગોનું ઘર બનવા જઈ રહ્યું છે. તબીબી ક્ષેત્રે આયુર્વેદ જુનામાં જૂની પદ્ધતિ છે. ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે આરોગ્ય  ક્ષેત્રે ભારતની ભૂમિકા હવે પિતામહની છે. આપણે અને આપણી આવનારી પેઢીઓ પણ જડીબુટ્ટી, વનસ્પતિની યોગ્ય ઓળખ સાથે તેનું જ્ઞાન મેળવે તે જરૂરી છે. વર્ષો જૂની આ પરંપરાને ઓળખી તેને જાળવી રાખી યોગ્ય અમલ કરવાની જરૂર છે. ત્યારે આપણે ભેગાં મળીને ભરૂચ જિલ્લાને પણ આદર્શ જિલ્લો બનાવી તમામને આર્યુવેદ થકી સારવાર અર્થે શ્રેષ્ઠ સુવિધાઓ આપીએ તેવા પ્રયત્નો કરવા જોઇએ. 



  જિલ્લા વિકાસ અધિકારી પિયુષ જોષી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આયુષ મેળો તથા આયુર્વેદ/હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. તે ઉપરાંત તેમણે પણ હોમીયોપેથી ઓ. પી. ડી. તેમજ વિવિધ નિદર્શનનોની મૂલાકાત લીધી હતી. દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદ/હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો. આ આયુષ મેળામાં યોગ નિદર્શન, હોમિયોપેથીક ચાર્ટ નિર્દશન, ધર રસોડા ઔષધી નિદર્શન, વનસ્પતિની ઓળખ અને સ્વાસ્થ્યવૃત ચાર્ટ વગેરેનું પ્રદર્શન પણ મૂકવામાં આવ્યુ હતું. 


  જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વસંત પ્રજાપતિ, જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ હાજર રહ્યા હતાં. નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, શિક્ષણ સમિતિનાં ચેરમેન ઇન્દિરાબેન રાજ, રોટરી કોમ્યુનિટી કોપ્સ ભરૂચના-ઝયનુદ્દિન સૈયદ અને તેના સભ્યો તથા લોકો હાજર રહ્યા હતાં.

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara 

6352918965

kansaramanish4@gmail.com 

#gujaratnivacha 

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"