ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2022-23 યોજાયું

ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2022-23 યોજાયું

ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ “મેક ઈન ઈન્ડિયા”ના સપના સહજતાથી સાકાર કરી શકશે: સાંસદ મનસુખભાઈ વસાવા

✍️ મનિષ કંસારા 

ભરૂચ: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભરૂચ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ તથા એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કૂલના સંયુકત ઉપક્રમે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું  જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨-૨૩નું આયોજન ભરૂચની એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. 



   આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે; દેશે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિનાં પંથે હરણફાળ ભરી છે. જેનાં થકી જ વિશ્વનાં અગ્રીમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવા લાયક બનાવી દીધા છે. વિશ્વનાં મોટો દેશો પણ કોરોના મહામારીમાં મંદીમાં સપડાયા હતા. પરંતુ આપણા દેશનાં અર્થશાસ્ત્રીઓની મદદથી આપણો દેશ જીડીપીની દરે વિશ્વની પાંચમાં નંબરનાં ઈકોનોમી તરીકે ઉભરી આવ્યો છે. તે પણ એક ગૌરવપૂર્ણ બાબત છે તેમ તેમણે જણાવ્યું હતું.આમ, ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ “મેક ઈન ઈન્ડિયા”ના સપના સહજતાથી સાકાર કરી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં, તેમણે ગણિત અને વિજ્ઞાનનાં વિકાસ સાથે-સાથે પર્યાવરણની પણ જાળવણી કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. 

   ભરૂચ જિલ્લાનાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાંસગિક પ્રવચનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાન વિષય ફક્ત કારકિર્દી બનાવવા નહિ પરંતુ જીવન જીવવા માટે જરૂરી છે. આજે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવે છે ત્યારે શિક્ષકો પોતાનો પુરેપૂરો સમય વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડવામાં ફાળવે તે ખુબ જ જરૂરી છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનાં સિંચન માટે પણ ખાસ ભાર મુક્યો હતો.  




   આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં આચાર્ય પી. બી. પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સીઆરસી કક્ષાએ ૩૫૦ કૃતિઓ નોંધાઈ હતી. આજનાં જિલ્લા કક્ષાનાં  ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ૪૫ જેટલી કૃતિઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી પ્રદર્શન માટે પસંદગી પામેલ છે. આ પ્રસંગે તેમણે જિલ્લાનાં તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભવોને આ પ્રદર્શનનાં મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 

   આ પ્રસંગે પ્રા.શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, સંસ્થાનાં ચેરમેન જીવરાજભાઈ, ડાયટના પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ, એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કૂલ શાળા પરિવાર, સહીત પ્રદર્શનની નિર્ણાયક ટીમ અને વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

આપની માહિતી આપવા સંપર્ક કરો

મનિષ કંસારા

#manishkansara 

6352918965

kansaramanish4@gmail.com 

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ