ભારે વરસાદની પરિસ્થિતિને કારણે શાળાઓમાં રજા જાહેર
ભારે વરસાદની પરિસ્થિતિને કારણે શાળાઓમાં રજા જાહેર સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર 🔸ભરૂચ જિલ્લા કલેક્ટર ની સૂચનાથી ભરૂચ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવેલ છે ગુજરાત ની વાચા મનિષ કંસારા ભરૂચ: ગુજરાત રાજ્યનાં હવામાન ખાતા દ્વારા તારીખ : ૨૭/૦૮/૨૦૨૪ નાં રોજ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની સલામતી માટે અગ્રસચિવ શિક્ષણ વિભાગ તેમજ કલેક્ટર ભરૂચની મળેલી સૂચના અન્વયે તા. ૨૭/૦૮/૨૦૨૪ મંગળવારનાં રોજ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. વિશેષમાં આ પરિસ્થિતિમાં શાળાનાં તમામ કર્મચારીઓએ શાળામાં હાજર રહી જરૂર જણાયે વહીવટી તંત્રને મદદરૂપ થવાનું રહેશે. સ્થળાંતર કરવામાં આવેલ વ્યક્તિઓને આશ્રય સ્થાન તરીકે જે શાળાઓની જરૂર હોય તે શાળાઓનાં આચાર્યોએ સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી મદદ કરવી. તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવ...