અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. @મનિષ કંસારા ભરૂચ: ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશા નાં રવાડે ના ચડે તથા નશા યુક્ત પદાર્થો નાં ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂદ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ જિલ્લાનાં તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી. જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર. એસ. ચાવડા નાઓ ની સાથે એસ.ઓ.જી. સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસ.ઓ.જી. ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા મહિલા જ્યોતિકુમારી W/O દીપક હૃદયનારાયણ મંડલ નાએ પોતાના કબજા ભોગવટાની મારૂતિ શીફટ ડિઝાયર ગાડી નં-JH-04-U-5225 માં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧૦.૦૦૩ કિ.ગ્રા. નાં મુદ્દામાલ સ...