રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી.

રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી. 

 સાર- ગત નવરાત્રીનાં તહેવાર દરમિયાન જોલવા ગામે રાયોટીંગ વીથ ખુનની કોશિશ નો ગુનો બનેલ સદર ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપીને વડોદરા શહેરની હોટલમાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ 

@મનિષ કંસારા 

ભરૂચ: ગત ઓક્ટોબર/૨૦૨૩ માં વાગરા તાલુકાનાં જોલવા ગામે પાદરમાં ફરિયાદી તથા સાહેદો અગાઉનાં બનેલ બનાવની વાતચીત કરતા હતા દરમિયાન આ કામનાં આરોપીઓ જોલવા ગામનાં સુલેમાન પટેલનાં કહેવાથી પુર્વ આયોજીત કાવતરા નાં ભાગરૂપે ઇક્કો ગાડીમાં ડાંગો જેવા હથિયાર લઇ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેદને માથામાં તથા શરીરનાં અન્ય ભાગે આડેધડ માર મારી ધિંગાણું સર્જી નાસી ગયેલા; આ બાબતે દહેજ પો.સ્ટે. રાયોટીંગ ખુનની કોશિશ વિગેરે સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. 

ઉપરોક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુરભાઈ ચાવડા નાઓએ ઉપરોક્ત ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સુચનાઓ આપેલ.

   ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. રાઠોડ એલ.સી.બી. નાઓએ ઉપરોક્ત સુચનાઓ આધારે સદર ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમ દ્વારા હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એમ. વાળા નાઓની ટીમ ને બાતમી હકીકત મળેલી કે, “દહેજ પો.સ્ટે.ના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી સુલેમાન મુસાભાઈ પટેલનાં ઓ કે જેનું વાગરા કોર્ટ દ્વારા સી.આર.પી.સી.૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ જારી કરેલ છે આ આરોપી વડોદરા શહેર રેલ્વે સ્ટેશન પાસે આવેલ સ્કાય લાઇટ હોટલમાં રોકાયેલ છે"; જે મુજબની સચોટ હકીકત આધારે એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક વડોદરા ખાતે તપાસમાં મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમને વોન્ટેડ આરોપી સુલેમાન પટેલ સ્કાય લાઇટ હોટલમાંથી મળી આવતા ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ ક્રિમીનલ પ્રોસેસર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી દહેજ પો.સ્ટે. જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે. 


આરોપીને વોન્ટેડ સમય દરમિયાન ક્યાં ક્યાં રોકાયેલ હતા? તે બાબતેની પ્રાથમિક પુછપરછમાં, પોલીસ ધરપકડ ટાળવા સારૂ- પ્રથમ કાઠીયાવાડમાં અમરેલી, કુલુ-મનાલી, મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ હોટલોમાં રોકાયેલ અને હાલ વડોદરા સ્કાય લાઇટ હોટલમાં રોકાયેલ હતા દરમિયાન પકડાઇ ગયેલ હોવાની હકીકત જણાવેલ છે.


પકડાયેલ આરોપી:- સુલેમાન મુસાભાઈ પટેલ રહે.પાદર ફળીયું મસ્જીદની બાજુમાં તા.વાગરા જિ.ભરૂચ.


વોન્ટેડ ગુનાની વિગત:- દહેજ પો.સ્ટે.ગુ.ર.નં. પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૩૦૯૪૫/૨૦૨૩ ઇ.પી.કો. ૩૦૭, ૩૨૬, ૩૨૪, ૨૦૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી), જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ


આરોપીનો ગુનાહિત ઈતિહાસ:- (1) દહેજ પો.સ્ટે.ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૨૦૯૭૧/૨૦૨૨ ઇ.પી.કો ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૪૨૭,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ ૩(૧)(આર), ૩ (૧) (એસ), ૩(૨) (વી- એ) મુજબ

 (2) દહેજ પો.સ્ટે.ગુ.ર.નં પાર્ટ બી ૦૦૩૩/૨૦૧૭ ઇ.પી.કો.૧૮૮ મુજબ


ઉપરોક્ત કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઇ. પી. એમ. વાળા તથા અ.હે.કો. ઇરફાનભાઈ, અ.હે.કો. હીતેષભાઈ, અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. વિશાલભાઈ તથા પો.કો. નરેશભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓનાં દ્વારા ઉપરોક્ત કામગીરી ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ