આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
@મનિષ કંસારા દ્વારા
ભરૂચ: ‘’વિકસિત ભારત” “સશક્ત ભારત” નાં ધ્યેયને પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત ૨૦૪૭નાં વિઝન માટે ભારતનાં દરેક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ, સેવા કર્મીઓ, વિદ્યાર્થી ભાઈ-બહેનો, તજજ્ઞો, “વિકસિત ભારત સશક્ત ભારત”નાં સ્વપ્નને @૨૦૪૭ સુધીમાં પૂર્ણ કરીને દુનિયાનું મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌ જન સમુદાય શું શું કરી શકે? તેવા અગત્યનાં સુચનો રજુ કરે તે સંબંધિત એક અધ્યાય શરૂ કરેલ છે તેને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાઓમાં કૌશલ્ય દક્ષ તાલીમ પ્રાપ્ત કરનાર ભાઈ-બહેનો પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાનાં વિચારો, સુચનો રજુ કરે તે માટેનાં વિવિધ કાર્યક્રમો યોજે છે તે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે એક કાર્યક્રમનું આયોજન ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ, ભરૂચ અને બોર્ડ મેમ્બર ઈન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે. કે. રોહિતની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો; જેમાં ૧૧ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો સુચનો અને મંતવ્યો રજુ કર્યા હતા.
જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ ફઝીલા એચ, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ જાગૃતિ પી અને તૃતીય ક્રમાંકે કુરેશી સલમા દિલાવર હતા, તેઓને મહાનુભાવોનાં હસ્તે ઈનામ તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતાં.
મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં આપણાં ભારત દેશને @૨૦૪૭માં વિકસિત ભારત બનાવવા તેનાં વિકાસ માટે સૌ પોતાની રીતે ઉમદા ફાળો આપે દુનિયામાં પ્રથમ ક્રમાંકનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે વ્યક્તિદીઠ આવકનો ઉચ્ચત્તમ દર પ્રાપ્ત કરી દરેક ક્ષેત્રે સુખાકારી જીવન સ્થાપિત કરી શકે તેવા પ્રયત્નો કરી વડાપ્રધાનનાં સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટીબદ્ધ થઈએ એવી અભ્યર્થના સેવી હતી.
નિયામક ઝયનુલ સૈયદે કાર્યક્રમને બિરદાવી સૌ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને અંતે લાઈવલી હૂડ કો-ઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કથોલીયાએ આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.
#gujaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment