શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
@મનિષ કંસારા દ્વારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા ભરૂચ નાઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી આધારે ભડકોદ્રા ન્યુ ઈન્ડીયા માર્કેટમાં એ.કે.એસ ટ્રેડર્સ ભંગારની દુકાનમાં ભરેલ સામાનની ઝડતી તપાસ કરતા કોપર નાં વાયરો નાં ગુચળા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસ.એસ. નો ભંગાર તથા એસ.એસ.ની નાની મોટી પાઈપો કટીંગ કરેલી મળી આવતા સદર મુદ્દામાલ નું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પુછતા હાજર ઈસમને પુછતા તેમણે સંતોષકારક જવાબ નહી આપતા સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાય આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ:-(૧) કોપર નાં વાયરો નાં ગુચળા ૭૮ કી.ગ્રા.- કિં.રૂ.૪૬,૮૦૦/- (૨) એલ્યુમિનિયમના વાયરો ૯૮ કિ.ગ્રા.- કિં.રૂ.૧૪,૭૦૦/- (૩) એસ.એસ.નો ભંગાર ૧૫૪ કિ.ગ્રા, કિં.રૂ. ૩૦,૮૦૦/-
તમામ મુદ્દામાલ કુલ કિં.રૂ. ૯૨,૩૦૦/-
અટક કરેલ ઈસમ:- ઈશરાર અહેમદ ખાન, ઉં.વ.૪૦, રહે. પ્લોટ નં.૨૯, ન્યુ ઈન્ડીયા માર્કેટ, ભડકોદ્રા તા. અંક્લેશ્વર, જિ. ભરૂચ.
ઉપરોક્ત કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી તથા એ.એસ.આઈ. કનકસિંહ હમીરસિંહ તથા અ.હે.કો. અમરસિહ ગોવિદભાઈ, અ.હે.કો. વરશનભાઈ શંકરભાઈ તથા આ.હે.કો. નિમેષભાઈ જયંતીભાઈ નાઓનાં દ્વારા ઉપરોક્ત કામગીરી ટીમ વર્ક થી કરવામાં આવી હતી.
#gujaratnivacha
GMail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment