સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી

સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી

 સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી


🔸ધ્વજા પૂજા, જળ અભિષેક ત્રિંશોપચાર પૂજા, 3.50 કરોડ રામનામ લેખન સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાન

🔸રામ મંદિર ઓડિટોરિયમ ખાતે મોટી સંખ્યામાં ભક્તો પ્રાણ પ્રતિષ્ઠાની ધન્ય ક્ષણ લાઈવ નિહાળી કૃતકૃતાર્થ થયા

🔸સોમનાથમાં નાસિક બેન્ડ નાં ઢોલ અને 130 શંખો નાં નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણ ઉજવવામાં આવી

🔸સોમનાથ શ્રી રામ મંદિર ખાતે પુરુષ સુક્ત, હનુમાન ચાલીસાના પાઠ, સાથે અન્નકૂટ અર્પણ કરી મધ્યાહન સમયે મહા આરતી કરવામાં આવી

🔸શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો


ગુજરાત ની વાચા

@મનિષ કંસારા 

સોમનાથ: જ્યારે ભારતની ભાગ્યોદય ક્ષણ પર દેશનાં પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી નાં શુભ હસ્તે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ છે અને સદીઓની પ્રતિક્ષા પછી રઘુકુળ શિરોમણી પ્રભુરામ ફરી અયોધ્યાના હૃદય સ્થાનમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે જ્યાંથી શ્રી રામ મંદિરનાં પુનનિર્માણનો સંકલ્પ લેવાયો હતો તે સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટનાં શ્રી નૂતન રામ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 


ધ્વજા પૂજા:



પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામ સહિત માતા જાનકી અને શ્રીલક્ષ્મણની પ્રાતઃ મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી રામ મંદિર પર મારુતી નંદન હનુમાનજી ના પ્રતિક સાથે બનાવવામાં આવેલ ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતુ અને મંદિર પર નૂતન ધ્વજા આરોહિત કરવામાં આવી હતી. સમગ્ર રામ મંદિર પરિસર ને ફૂલોથી અને રંગીન લાઈટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું. સરયુ નદી સહિત 9 પવિત્ર જળથી શ્રી રામનો અભિષેક:


અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નાં ઉપલક્ષમાં સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ અને હનુમાનજી નો કરાયો સરયુ નદી સહિત 9 પવિત્ર તીર્થજળથી અભિષેક કરવામાં આવ્યો હતો. પ્રભાસ તીર્થમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ 8 પવિત્ર જળાશયો જેમાં રત્નાકર સમુદ્ર, ત્રિવેણી સંગમ, જલ પ્રભાસ કુંડ, આદિત્ય પ્રભાસ કુંડ, બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ, ગૌરી કુંડ, સૂર્ય કુંડ આવેલ છે જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, વાયુ પુરાણ, શિવ પુરાણ વગેરે જેવા શાસ્ત્રોમાં છે. આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પવિત્ર જળ સાથે જ અયોધ્યા થી લાવવામાં આવેલ સરયુ નદીનાં જળ સહિત સોમનાથ તીર્થમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ નો 9 જળો થી મહા અભિષેક કરવામાં આવ્યો હતો; જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. 

   શ્રી રામનું ત્રિશોપચાર પૂજન:



સોમનાથ શ્રી રામ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા પ્રભુ શ્રીરામ ને પ્રિય ત્રિશોપચાર પૂજા કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે. ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટનાં અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રી રામ માતા સીતા, શ્રી લક્ષ્મણ, હનુમાનજી નું વિધિવિધાન સાથે પૂજન કર્યું. પૂજનના દર્શન કરી મંદિરે આવનાર દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા. 


 શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારા નો પ્રારંભ:



અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નાં પ્રસંગે જ્યારે સમગ્ર દેશમાં નવા પ્રાણ પૂર્યા છે ત્યારે સમગ્ર સોમનાથ અને પ્રભાસ તીર્થ રામ મય બની ગયું હતું. વહેલી સવારથી જ સોમનાથ ખાતે ટ્રસ્ટનાં રામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે. ત્યારે પ્રભુ શ્રીરામ નાં રામ રાજ્યમાં ભક્તોને ભાવતો ભોજન પ્રસાદ આપી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને તૃપ્ત કર્યા હતા. સવારે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે. ડી. પરમાર દ્વારા સંકલ્પ લઈને શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ વિદેશ થી આવેલા યાત્રીઓએ પ્રભુ શ્રીરામ નાં દર્શન કરી તેમના જ ચરણોમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા અને સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિનો આ સ્વાદ માણી ખરા અર્થમાં રામરાજ્યની અનુભૂતિ કરી રહ્યા હતા.


3.50 કરોડ રામનામ પૂજન:

"સોમનાથ થી અયોધ્યા રામનામ મંત્ર લેખન યજ્ઞ"ની શરૂઆત દેશનાં પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ પ્રથમ રામનામ લખીને કરવામાં આવેલ હતી.80 દિવસમાં 11 થી વધુ ભાષામાં લખાયેલ 3.50 કરોડ રામનામ પુસ્તકો સોમનાથ ખાતે લખાયેલ 3.50 કરોડ રામનામનો સુવર્ણ મંડિત લેખ અયોધ્યા અર્પણ કરવામાં આવ્યો હતો. સોમનાથમાં રહેલ રામનામ પોથોજીને ટ્રસ્ટ દ્વારા રામ મંદિર ખાતે પૂજન કરીને ભક્તો માટે દર્શનાર્થે રાખવામાં આવેલ. 

   સોમનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ ભરપૂર:



સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે નાસિક ઢોલના તાલે ભક્તો હિલોળે ચડ્યા હતા 130 શંખ વગાડી રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ની ક્ષણ ઉજવવામાં આવી હતી સેંકડો લોકો શ્રી રામ મંદિરનો જ્યાંથી સંકલ્પ લેવાયેલ તે ભૂમિ સોમનાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી ધન્ય બન્યા હતા. સોમનાથમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા આરતી નાં નાસિક ઢોલ શંખ અને તાળીઓ થી વધામણાં કરવામાં આવ્યા હતા. 





અન્નકૂટ અને મધ્યાહન આરતી, હનુમાન ચાલીસા પાઠ:



અયોધ્યા નુતન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સોમનાથ શ્રીરામ મંદિર ખાતે મધ્યાહન આરતી સમયે વિશેષ અન્નકૂટ દર્શન શૃંગારનું આયોજન કરવામા આવેલ, તેમજ ખાસ નાસિક બેન્ડ દ્વારા આરતી પ્રસ્તુત કરવામાં આવેલ હતી. જેમા ભક્તો શ્રીરામ ભક્તિમા ભાવવિભોર અને ધન્ય બન્યા હતા. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નાં પાવન અવસરે સોમનાથ સંસ્કૃત પાઠશાળા નાં ઋષિકુમરો સહિત ભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"