અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

@મનિષ કંસારા 

ભરૂચ: ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશા નાં રવાડે ના ચડે તથા નશા યુક્ત પદાર્થો નાં ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂદ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ જિલ્લાનાં તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી. 

   જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર. એસ. ચાવડા નાઓ ની સાથે એસ.ઓ.જી. સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. 

   એસ.ઓ.જી. ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા મહિલા જ્યોતિકુમારી W/O દીપક હૃદયનારાયણ મંડલ નાએ પોતાના કબજા ભોગવટાની મારૂતિ શીફટ ડિઝાયર ગાડી નં-JH-04-U-5225 માં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧૦.૦૦૩ કિ.ગ્રા. નાં મુદ્દામાલ સાથે મળી આવતા મહિલા વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(c), ૨૦[b{ii(B)}},૨૫,૨૯ મુજબ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.


ઝડપાયેલી મહિલા:- (૧) જ્યોતિકુમારી w/o દીપક હૃદયનારાયણ મંડલ, રહે.૨૯૫, મંગલદીપ સોસાયટી, લક્ષ્મણનગર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ.


વોન્ટેડ ઈસમ:- દીપક હૃદયનારાયણ મંડલ, રહે. ૨૯૫, મંગલદીપ સોસાયટી, લક્ષ્મણનગર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ.


ગુનાહિત ઈતિહાસ:- અગાઉ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા આરોપી દીપક હર્દયનારાયણ મંડલ નાઓ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૫ કિલો ૪૬૦ ગ્રામ કિ.રૂ.૩૨,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા અંક્લેશ્વર GIDC પો.સ્ટે ગુ.ર.નં.II-૨૯/૨૦૧૯ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એક્ટ 1985 ની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.


પકડાયેલ મુદ્દામાલ:- (૧) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧૦,૦૦૩ કિ.ગ્રા. તેની કિં.રૂ.૧,૦૦,૦૩૦/- (૨) મારૂતિ શીફટ ડિઝાયર ગાડી નં.-JH-04-U-5225 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- (૩) એક રિયલમી કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- (૪) ગાડીનું ઇન્વોયસ બિલ તથા વીમા પોલીસી, પી.યુ.સી. તેમજ ચોર્યાસી ટોલ પ્લાઝા નું તા.૩૦/૦૧/૨૦૨૪ નાં કલાક.૧૬:૩૮:૫૮ ની ટોલ રસીદ કિ.રૂ.૦૦/૦૦ (૪) એક મીણીયા થેલી લીલા કલરની જેના ઉપર જૈન મુઢી ઉદ્યોગ નાથનગર ભાગલપુર નાં લખાણ વાળી જેમાં મમરા ભરેલ છે તે તથા એક કાળા-બ્લ્યુ કલરની બેગ કિં.રૂ.૦૦/૦૦ 

તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા- ૬,૧૦,૦૩૦/-


ઉપરોક્ત કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી, પો.સ.ઇ. આર. એસ. ચાવડા તથા એ.એસ.આઈ. કનકસિંહ હમીરસિંહ તથા હે.કો. અમરસિંહ ગોવિંદભાઈ, હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ તથા પો.કો. મો.ગુફરાન મો.આરીફ, ડ્રા.એ.એસ.આઈ. રાકેશભાઈ નાગજીભાઈ તથા LRWPC સુમિત્રાબેન મોતીભાઈ, ડ્રા. LRPC રાકેશભાઈ શંકરભાઈ

#gujaratnivacha

GMail : gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ