સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ

પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન ગંગાજળ અભિષેક કર્યા...


સોમનાથની પ્રવર્તમાન યાત્રી સુવિધાથી માહિતગાર થયા હતા...


ગુજરાત ની વાચા

મનિષ કંસારા દ્વારા 

દિલ્હીનાં મહામહિમ રાજ્યપાલ વિનયકુમાર તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ બી. ડી. મિશ્રા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં, 


  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સ્વાગત કરવામાં આવેલ હતું. 




સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચેલ જ્યાં તેઓએ પુજા સામગ્રી પુષ્પો, બિલ્વપત્રો પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી; સાથે જ મહામહિમ દ્વારા  સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવેલ હતો. 


   સોમનાથ ટ્રસ્ટ નાં પુજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિભેટ આપી મહામહિમ રાજ્યપાલ સહિત મહેમાનો નું સન્માન કરવામાં આવેલ. 

   સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિર નાં સમરાંગણ પર લાગેલા સુવર્ણ કળશો સહિતનાં યાત્રી સેવા તથા મંદિર વિકાસનાં પ્રોજેક્ટની તેઓએ માહિતી  મેળવી હતી.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ