Posts

Showing posts from May, 2022

⫷ હક્ક કોનો ???? ⫸

Image
  ⫷        હક્ક કોનો ????      ⫸   મારા અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત એક નવી કાલ્પનિક ટુંકી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું :               ⫷       હક્ક કોનો ????      ⫸                         સમી સાંજનો એ સમય હતો...  કલરવ કરતાં પંખીઓ પોતાના માળા તરફ ને ગાયોના ધણ પોતાના ખિલે પાછાં ફરતાં હતાં ને કુદરત જાણે રંગે ચડ્યો હોય એમ ગગનમાં રંગો ની હોળી જામી હતી... મન ખીલી ઊઠે એવી એક અદ્ભુત સાંજ... પણ અગાશી એ ઉભેલા  અમોહિતને જાણે આ બધામાં મન પરોવાયું ન  હોય એમ વિશ્વજીત સામે પ્રશ્નાર્થ નજરે જોઈને બોલ્યો , “ હક્ક કોનો ? ” વિશ્વજીત પણ કુતૂહલવશ પુછ્યું , “ કોના હક્ક ની વાત કરે છે ? મતલબ કોની વાત કરે છે ? ” એટલે અમોહિત ફરી વાત સ્પષ્ટ કરતાં બોલ્યો , “ મારાં જીવનની વાત કરૂં છું... ચાલ હું તને એક વાત જણાવું એ જાણ્યા પછી તું મને આ પ્રશ્ન નો જવાબ આપી શકીશ... ” વિશ્વજીત , “ ઓકે , જણાવ ચાલ...” પછી અમોહિત શરૂઆત કરી.... ...

ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે ત્રણ પ્રોવિઝન સ્ટોરમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં “અખાધ્ય ગોળ, ફટકડી, સલફર પાઉડર તેમજ મહુડા” તથા ટેમ્પો સહીતનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી ત્રણ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે ત્રણ પ્રોવિઝન સ્ટોરમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં “અખાધ્ય ગોળ, ફટકડી, સલફર પાઉડર તેમજ મહુડા”  તથા ટેમ્પો સહીતનાં મુદ્દામાલ સાથે  ત્રણ આરોપીઓને ઝડપી પાડી ત્રણ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરાનાઓની સુચના મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહિબટડની અસમાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશથી દેશી દારૂ બનાવટમાં ઉપયોગમાં લેવાતા અખાધ્ય ગોળ તથા દેશી દારૂની ભઠ્ઠીઓના કેસો કરવા સ્પેશ્યલ ડ્રાઇવ આપી આ ડ્રાઇવ દરમ્યાન બ્રાંચ/પો.સ્ટે. લેવલે અલગ-અલગ ટીમો બનાવી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. મંડોરા એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ અખાધ્ય ગોળ તથા દેશી દારૂની ભઠ્ઠીઓના કેસો કરવાની ડ્રાઇવ અન્વયે, કેસો શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી...

ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો

Image
ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો   અમદાવાદઃ ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો 🔶 એશિયન ગ્રેનિટોના તમામ ભાગીદારોના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એશિયન ગ્રેનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. કંપની પર આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના કુલ 35થી 40 સ્થળોએ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના 200 અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.  કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે. કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના ...

મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી

Image
મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી  બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રદ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી-: સાંસદ મનસુખભાઈ વસાવા   ભરૂચ ખાતે બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન ૩૪૩ સખીમંડળોને રૂ.૩૭૨.૧૦ લાખની રકમનું લોનનું ધિરાણ અપાયું : મહાનુભાવોના હસ્તે લોન ધિરાણના ચેકો એનાયત કરાયા  ✍️ મનિષ કંસારા ભરૂચઃ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેન્ક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં  આવ્યું હ...

“ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડી માનવ જીંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ

Image
“ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડી માનવ જીંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ  🔶 દહેજ ખાતે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં મર્ડર કરવાના ઇરાદે ઉત્તરપ્રદેશથી પિસ્તોલ, દેશી તમંચો તથા જીવતા કાર્ટીઝ લઇ આવેલ અને ગુનાને અંજામ આપે તે અગાઉ જ “ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ  ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ સાહેબનાઓ તરફથી તાજેતરમાં બનેલ પેટ્રોલપંપ લુંટના બનાવ અનુસંધાને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી તથા ગુનાહીત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર સતત વોચ રાખવા આપેલ સુચના આધારે.      પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. મંડોરા એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ એલ.સી.બી.ની ટીમ અસામજીક પ્રવૃત્તિઓ અટકાવવા પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળેલ કે “ ત્રણ-ચાર દિવસ અગાઉ દહેજમાં બે પાર્ટીને સામ સામે અંગત બાબતે તકરાર થયેલ છે જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામેવાળી પાર્ટીને ધમકી ...

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન

Image
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન  આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું આયોજન ✍️ મનિષ કંસારા ભરૂચ: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના દિનથી જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે પમી મે થી ૧૪મી મે સુધી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કેમ્પની શરૂઆત થતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.       ભરૂચ જિલ્લાનો કોઈ પણ લાયક લાભાર્થી આયુષ્માન “PMJAY-MA” યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. લાભાર્થીના ઘરઆંગણે જઈને તેમને યોજનાકીય લાભો મ...

🌞हिन्दू पंचांग🌞

Image
🌞 हिन्दू पंचांग 🌞   🌞 ~ आज का हिन्दू पंचांग ~🌞 ⛅ दिनांक - 02 मई 2022 ⛅ दिन - सोमवार ⛅ विक्रम संवत - 2079 (गुजरात-2078) ⛅ शक संवत -1944 ⛅ अयन - उत्तरायण ⛅ ऋतु - ग्रीष्म ऋतु ⛅ मास - वैशाख ⛅ पक्ष - शुक्ल ⛅ तिथि - द्वितीया 03 मई प्रातः  05:18 तक तत्पश्चात तृतीया ⛅ नक्षत्र - कृतिका रात्रि 12:34 तक तत्पश्चात रोहिणी ⛅ योग - सौभाग्य शाम 03:38 तक तत्पश्चात शोभन ⛅ राहुकाल - सुबह 07:45 से सुबह 09:22 तक ⛅ सूर्योदय - 06:8 ⛅ सूर्यास्त - 19:02 ⛅ दिशाशूल पूर्व दिशा में ⛅ व्रत पर्व विवरण - चंद्र-दर्शन 💥 विशेष - द्वितीया को बृहती (छोटा  बैगन या कटेहरी) खाना निषिद्ध है। (ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-34)           🌞 ~ हिन्दू पंचांग ~ 🌞 🌷 भविष्यपुराण, ब्राह्मपर्व, अध्याय 21 🌷 ➡️ 03 मई 2022 मंगलवार को अक्षय तृतीया है । 🙏🏻 वैशाखे मासि राजेन्द्र तृतीया चन्दनस्य च ।वारिणा तुष्यते वेधा मोदकैर्भीम एव हि । ।दानात्तु चन्दनस्येह कञ्जजो नात्र संशयः । । यात्वेषा कुरुशार्दूल वैशाखे मासि वै तिथिः ।तृतीया साऽक्षया लोके गीर्वाणैरभिनन्दिता । । आगतेयं महाबाहो भूरि...

ભરૂચ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રી પૂર્ણેશભાઈ મોદી

Image
ભરૂચ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રી પૂર્ણેશભાઈ મોદી ✍️ મનિષ કંસારા ભરૂચઃ શ્રી પરશુરામ ભગવાનની જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ- ભરૂચ, શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા પાંખ અને બ્રાહ્મણ યુવા પાંખ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાને હોસ્ટેલ ગ્રાઉન્ડખાતેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રસ્થાન કરાવેલ.       આ અવસરે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, અંક્લેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, બ્રહ્મસમાજ ના આગેવાન બિપિનભાઈ પટેલ, ડૉ. દિનેશ પંડ્યા, ભરૂચ-અંક્લેશ્વરના બ્રહ્મસમાજ ના આગેવાનો, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.    શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ...