⫷ હક્ક કોનો ???? ⫸
મારા અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત એક નવી કાલ્પનિક ટુંકી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું :
⫷ હક્ક કોનો ???? ⫸
સમી સાંજનો એ સમય હતો... કલરવ કરતાં પંખીઓ પોતાના માળા તરફ ને ગાયોના ધણ પોતાના ખિલે પાછાં ફરતાં હતાં ને કુદરત જાણે રંગે ચડ્યો હોય એમ ગગનમાં રંગો ની હોળી જામી હતી... મન ખીલી ઊઠે એવી એક અદ્ભુત સાંજ... પણ અગાશી એ ઉભેલા અમોહિતને જાણે આ બધામાં મન પરોવાયું ન હોય એમ વિશ્વજીત સામે પ્રશ્નાર્થ નજરે જોઈને બોલ્યો , “ હક્ક કોનો ? ”
વિશ્વજીત પણ કુતૂહલવશ પુછ્યું , “ કોના હક્ક ની વાત કરે છે ? મતલબ કોની વાત કરે છે ? ”
એટલે અમોહિત ફરી વાત સ્પષ્ટ કરતાં બોલ્યો , “ મારાં જીવનની વાત કરૂં છું... ચાલ હું તને એક વાત જણાવું એ જાણ્યા પછી તું મને આ પ્રશ્ન નો જવાબ આપી શકીશ... ”
વિશ્વજીત , “ ઓકે , જણાવ ચાલ...”
પછી અમોહિત શરૂઆત કરી....
વાત છે એ દિવસો ની જ્યારે સંઘર્ષમાંથી હું પસાર થતો હતો... એકવાર સવાર હું સમયસર કંપની માં પહોચી ને મારા ટેબલ પર વ્યવસ્થિત ગોઠવાઈ ને મારૂં કામ ચાલુ કરવાનું શરૂ જ કરતો હતો.... ને એક હાથ મારી સામે લંબાયો ને કર્ણપ્રિય એક અવાજ કાને પડ્યો....
” હેલ્લો ”
હું નજર ઉંચી કરી ને સામે જોયું તો હમણાં જ કંપની માં થોડાંક સમય પહેલા આવેલી સ્મિતા હતી.... આમ એક આત્મવિશ્વાસ થી ભરપુર સ્માઈલ સાથે મારી સામે અભિવાદન માટે હાથ લાંબો કર્યો હતો... એટલે શિષ્ટાચાર ના ભાગરૂપે હું પણ એની સામે હાથ જોડીને અભિવાદન સ્વિકાર કર્યું... મારાં હાથ જોડીને અભિવાદન કરવાની રીત થી સ્મિતા ને અજુગતું લાગ્યું છતાં એ બોલી , “ શ્રીમાન હું અહીં જ્યારથી આવી ત્યારથી જોઈ રહી છું કે આપ કોઈ ટેન્શન માંથી પસાર થતાં હોય એવું લાગ્યું અને આપની આ જે સ્માઈલ છે ખોટી છે....”
હું તો સ્તબ્ધ થઈ ગયો કે હજુ તો હમણાં થોડાંક દિવસો પહેલા જ આ છોકરી નું આગમન થયું છે ને આ રીતે સ્થિતિ પામી ગઈ... છતાં હું સમયને સાચવી લેતા બોલ્યો , “ ના ના એવું કશું નથી , બધુ ઓકે જ છે...”
તો સ્મિતા ફરી બોલી , “ નો સર , આપ ખોટું બોલી રહ્યા છો... ભલે તમે જણાવવા ન માંગતા હોવ પણ કંઈક તો વાત છે... ”
હું ફરી એને ખોટી પાડી એટલે સ્મિતા આગળ ન બોલી પણ એટલું જ કહ્યું કે , “ શું હું તમારી મિત્ર બની શકું ??? ”
હું થોડો અસહજ થઈ ગયો કે શું રિપ્લાય આપું છતાં કહ્યું કે , “ લંચ ટાઈમ માં મળીએ... ”
સ્મિતા , “ ઓકે સર.. ”
પછી એ પોતાના ટેબલ પર જઈને એનું કામ કરવા લાગી... પણ મારૂં ધ્યાન એનાં પર હતું ને એને પારખવાનો પ્રયાસ કરતો હતો અને અંદરથી થતું હતું કે ઘણા સમય પછી કોઈ આ રીતે મને જાણવાનો પ્રયાસ કરતું હતું... મારા ફેસ પર એક હળવું સ્મિત હતું... ને એ સ્મિત સાથે હું મારા કામમાં પરોવાઈ ગયો ને ૧ ક્યારે વાગ્યો ખબર જ ના રહી... ને લંચ બ્રેક પડ્યો.... હજુ તો હું મારી ખુરશીમાંથી ઉભો થાવ જ છું ને તરત જ સ્મિતા મારી જોડે આવી ને બોલી , “ લંચ ટાઈમ થઈ ગયો... ”
હું બોલ્યો , “ હા ચાલ જમતા જમતા વાત કરીએ... ”
સ્મિતા બોલી , “ ઓકે... ”
પછી જમવા માટે ના ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા ને પછી ટિફિન ના ડબ્બા ખોલતા હું બોલ્યો , “ તો હા મેડમ , હવે જણાવો શું કહેવું હતું તમારે...”
સ્મિતા બોલી , “ બસ એજ વાત કે હું આવી ત્યારની આપને જોવું છું તો એક અજીબ લાગો છો.... મને એવું લાગે છે કે તમારામાં ઘણુંબધું ચાલી રહ્યું છે... જે તમે પ્રદર્શિત કરવા નથી માંગતા પણ મને તમારા આ ખોટાં સ્માઈલ પાછળ ની હકીકત ઉડી ને આંખે વળગે છે....”
હું શાંત રીતે એની સામે જોતો રહ્યો... એક નિર્દોષ અને ઈમાનદાર આંખોમાં ઘણા બધા સવાલો હતાં એ હું પારખો રહ્યો પછી હું સ્મિતા ને ટિફિન ઓફર કર્યું તો એને ટિફિન કરતાં મારાં રિપ્લાય માં વધારે રસ હોય એમ બોલી , “ નો થેંક્સ સર , હું પણ લાવી છું ટિફિન...”
એટલે પછી હું વધુ આગ્રહ ન કર્યો ને જમતાં જમતાં બોલ્યો , “ જોવો મેડમ , જીવન છે એટલે ઊથલપાથલ તો રહેવાની જીવનમાં... બહુ ન વિચારવું... ”
પણ જાણે એને મારા આ પ્રત્યુતર થી સંતોષ ન થયો હોય એમ સ્મિતા બોલી , “ પણ એવું તો શું છે તમારા જીવનમાં કે તમે મને ન કહી શકો ? અલબત્ત હું જાણી ન શકું ? ”
હું બોલ્યો , “ સાચી વાત , એમાં એવું કશું જ નથી કે જે હું તમને ન કહી શકું પણ મને મારા જીવન સાથે જોડાયેલી નાની-મોટી બાબતો જણાવવાની આદત નથી... ”
સ્મિતા બોલી , “ ભલે આદત ન હોય પણ મને તમને જાણવામાં રસ છે , તમારા ફેસ પર મારે સાચી સ્માઈલ લાવવી છે તો આ મારો નંબર સેવ કરો તમારા મોબાઇલ માં ને પછી જ્યારે તમને મારી જોડે વાત કરવાનું મન થાય ત્યારે ચોક્કસ મને એક મેસેજ કરજો... મને તમારા મેસેજ ની રાહ રહેશે...”
ને પછી જમવાનું પુરૂં કરીને એ આટલું બોલીને મને મારા હાથમાં એનો નંબર આપીને એ ચાલતી થઈ... હું સ્મિતા ને જતા જોતો રહ્યો ને એને આપેલા નંબર તરફ... થોડાક દિવસો પછી એક રવિવાર ના રજાનાં દિવસે સવારે હું સમય પસાર કરતો ફ્રી બેઠો હતો ને મોબાઈલ માં આમ વોટ્સએપ ચાલુ કર્યું ને અચાનક સ્મિતા ના સેવ કરેલા નંબર પર પડી ને મનમાં બહુ વિચાર્યા પછી ‘ Hi ’ ટાઈપ કરીને મેસેજ કર્યો... જાણે એ મારા મેસેજ ની રાહ જોઈને જ બેઠી હોય એમ તરત જ સામે રિપ્લાય આવ્યો..
“ Hi , Good morning Sir... ”
હું પણ સામે , “ Very good morning mem... ” ટાઈપ કરીને મેસેજ મોકલ્યો...
પછી તો Good morning થી શરૂ થયેલી વાત આગળ વધીને મિત્રતા માં પરિણમી ગઈ ને જોત જોતમાં તો બપોરના ૧૨ વાગી ગયા ને સમય ક્યાં ગયો કઈ ખબર જ ન રહી... ઘણાં સમય પછી મારા ફેસ પર કોઈ વ્યક્તિ મારા ફેસ પર સ્માઈલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતુ એનો અહેસાસ હ્દય માં થતાં એક સાચી સ્માઈલ મારા ફેસ પર હતી અને એનું કારણ હું સ્મિતા જોડે થયેલી વાત... હ્દય માં સ્મિતા માટે Proud ફિલ થતું હતું... ને એક સંતોષની લાગણી અનુભવી રહ્યો હતો કે લાંબા સમય પછી કોઈ મને જાણવાનો પ્રયાસ કર્યો હતો.... પછી તો વાતચીત નિત્યક્રમ બની ગયો... ધીમે ધીમે સ્મિતા મારા જીવન સાથે જોડાયેલી દરેક વાત જાણતી ગઈ અને એનાં જીવન સાથે જોડાયેલી દરેક વાત હું જાણતો ગયો.... ને પછી થી એકબીજા ના જીવન માં આવેલ દરેક દિવસમાં એક સાચાં મિત્રો ની જેમ દરેક પરિસ્થિતિમાં એકબીજાનો ખભેખભો મિલાવીને આગળ વધવા લાગ્યા... એક સાચી નિર્દોષ મિત્રતાનો સંબંધ સાર્થક કરતા...
આમ ને આમ ૨ વર્ષ જેટલો સમય એકબીજા ને જાણતાં નિકળી ગયો... એકબીજા ની તમામ સારી નરસી પરિસ્થિતિ માં એકબીજા નો આધાર બનતા રહ્યા... એકબીજા ને સારી રીતે સમજતા થઈ ગયા... જ્યાં જરૂર પડતી તો એકબીજા ની ભુલો પણ સુધારતા...
પછી કહેવાય છે ને કે ગમે એવી ઘોર અંધારી રાત હોય પણ દિવસ તો ઊગે જ છે તો એ પ્રમાણે મારા જીવનમાં પણ ઉજાસ થયો ને કંપની માં મારૂં પ્રમોશન મેનેજર પોસ્ટ પર થયું.... ને મારી એક મસ્ત લાઈફ સેટ થઈ ગઈ ને હવે જાણે જીવનમાં કોઈ કમી ન હોય એમ લાગવા લાગ્યું.... સ્મિતા પણ મારૂં જીવન સેટ જોઈને હેપ્પી હતી... એને બસ હું હેપ્પી હોવ એનાથી જ મતલબ હતો... મને ખુશી મારા પ્રમોશન કરતાં એ વાત ની હતી કે મારા સંઘર્ષ ના દિવસો માં સ્મિતા મારો સથવારો બન્યો હતી...
વિશ્વજીત આમ એકદમ શાંત થઈ ગયો હતો જાણે કોઈ ફિલ્મ ની સ્ટોરી ન હોય.... આમ એકાગ્રતા થી આખી વાત સાંભળીને અને બોલ્યો , “ આગળ ? ”
હું બોલ્યો , “ જો મિત્ર , હવે આગળ વાત એમ છે કે જીવન ની અમુક ઉંમર પછી જીવન સાથે જોડાયેલા નિર્ણયો લેવા પડે એમ ગૃહસ્થ જીવન માટે વાતો આવે છે જેનો નિર્ણય લેવો મારા માટે અસહજ છે.... મનમાં અનેક વિચારો આવે છે કે મારા પર હક્ક કોનો ???? મારી સફળતા જોઈને આવનાર વ્યક્તિ નો મારા પર હક્ક કે પછી મારા સંઘર્ષ માં નિઃસ્વાર્થ ભાવે સથવારો બનેલી સ્મિતા નો હક્ક ??? ”
વિશ્વજીત એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વિના બોલ્યો , “ સ્મિતા નો.... એ જ તારા જીવન ની સાચી હક્કદાર છે... બાકી તારી સફળ લાઈફ ને જોઈ ને તો કોઈપમ આવશે પણ જ્યારે તું કશું જ ન હતો , આમ મુરઝાયેલા ફરતો હતો ત્યારે આ સ્મિતા એ જ તને ફરી ચેતનવંતો કર્યો હતો , સમજ્યો હતો ને સાથ આપ્યો હતો....”
જાણે મારા તમામ પ્રશ્નો ના જવાબ મળી ગયા હોય એમ હતું તો માત્ર સાચું સ્મિત ફેસ પર.....
😊
લેખક : ગૌતમ દવે ( શિક્ષક)
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment