જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન 
આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું આયોજન

✍️ મનિષ કંસારા

ભરૂચ: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં 'આરોગ્ય ઉત્કર્ષ પહેલ' હેઠળ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના દિનથી જરૂરિયાતમંદોને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે પમી મે થી ૧૪મી મે સુધી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કેમ્પની શરૂઆત થતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.  

   ભરૂચ જિલ્લાનો કોઈ પણ લાયક લાભાર્થી આયુષ્માન “PMJAY-MA” યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. લાભાર્થીના ઘરઆંગણે જઈને તેમને યોજનાકીય લાભો મળે એ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

   પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટે લાભાર્થીઓએ રેશનકાર્ડ, મામલતદારનો આવકનો દાખલો, કુટુંબના તમામ સભ્યોને આધારકાર્ડ, ઓ.ટી.પી માટે મોબાઇલ ફોન સાથે લાવવા જણાવાયું છે પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ ઘરઆંગણે કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.  

  

 “આયુષ્માન ભારત PMJAY-મા” યોજનાની મુખ્ય વિશેષતાઓ


કુટુંબ દીઠ વાર્ષિક રૂા.૫(પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ મળે છે.  

    કુટુંબના સભ્યોની સંખ્યા અને ઉંમર પર કોઈ મર્યાદા નથી.  

   આરોગ્યલક્ષી કેશલેસ સારવાર મળવાપાત્ર છે.

S.E.C.C. અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારો, મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને “મા વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને લાભ મળે છે.  

   યોજના સાથે સંલગ્ન સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મળવાપાત્ર છે.  

    પહેલા દિવસથી જ બધી જ બીમારીઓને આવરી લેવાય છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ