ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે ત્રણ પ્રોવિઝન સ્ટોરમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં “અખાધ્ય ગોળ, ફટકડી, સલફર પાઉડર તેમજ મહુડા” તથા ટેમ્પો સહીતનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી ત્રણ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરાનાઓની સુચના મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહિબટડની અસમાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશથી દેશી દારૂ બનાવટમાં ઉપયોગમાં લેવાતા અખાધ્ય ગોળ તથા દેશી દારૂની ભઠ્ઠીઓના કેસો કરવા સ્પેશ્યલ ડ્રાઇવ આપી આ ડ્રાઇવ દરમ્યાન બ્રાંચ/પો.સ્ટે. લેવલે અલગ-અલગ ટીમો બનાવી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. મંડોરા એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ અખાધ્ય ગોળ તથા દેશી દારૂની ભઠ્ઠીઓના કેસો કરવાની ડ્રાઇવ અન્વયે, કેસો શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ચેકિંગ દરમ્યાન ધારોલી ગામે અલગ-અલગ પ્રોવિઝન સ્ટોરમાં થી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી ત્રણ ગણનાપાત્ર કેસો શોધી કાઢવામાં આવેલ છે.
ધારોલી ગામે કબુતરખાના પાસે આવેલ જય કુબેર પ્રોવિઝન સ્ટોરમાં થી ચક્કાગોળ ભરેલ પ્લાસ્ટીકની થેલી નંગ-૯૨ તથા છુટો ગોળ તથા વીરાજ કેન્સ સ્લફર લેસ જોગરી પાવડર બેગ નંગ-૨૮ તથા ફટકડી પાવડર ભરેલ બેગ નંગ-૩૭ તેમજ માર્કા વગરના મહુડા ભરેલ કટ્ટા નંગ-૩૦ મળી કુલ કિં.રૂા.૪૩,૩૮૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.
ધારોલી ગામે કબુતરખાના પાસે આવેલ જલારામ પ્રોવિઝન સ્ટોરમાંથી છુટો તથા રવો ગોળની થેલી નંગ-૧૦૨ તથા ફટકડી પાવડર ભરેલ બેગ નંગ-૦૪ તેમજ માર્કા વગરના મહુડા ભરેલ કટ્ટા નંગ-૩૩ મળી કુલ કિં.રૂા.૨૯,૯૫૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.
ધારોલી ગામે રાકેશ પ્રોવિઝન સ્ટોરમાંથી ભેળસેળ ગોળ ભરેલ થેલી નંગ-૯ર તથા વીરાજ કેન્સ ક્લફર લેસ જોગરી પાવડર બેગ નંગ-૦૮ તથા સુગર કેન જોગરી પાવડર બેગ નંગ-૦૩ તથા ફટકડી પાવડર ભરેલ બેગ નંગ-૦૪ તેમજ માર્કા વગરના મહુડા ભરેલ કટ્ટા નંગ-૨૦ તથા સુપર કેરી ફોર વ્હીલ ટેમ્પો મળી કુલ કિં.રૂા.૨,૮૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
ઉપરોકત ત્રણેવ પ્રોવિઝન સ્ટોરમાં હાજર મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ અલગ-અલગ ત્રણ ગુનાઓ રજીસ્ટર કરી આગળની તપાસ માટે ઝઘડીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી: (૧) મુકેશભાઈ નગીનલાલ મોદી રહેવાસી-ધારોલી કબુતરખાના પાસે તા.ઝઘડીયા જી.ભરૂચ (૨) પ્રવિણચંદ્ર મનુભાઈ ઉર્ફે મનહરલાલ મોદી રહેવાસી- ધારોલી કબુતરખાના પાસે તા.ઝઘડીયા જી.ભરૂચ (૩) રાકેશભાઈ મહેશચંદ્ર મોદી રહેવાસી-ધારોલી કબુતરખાના પાસે તા.ઝઘડીયા જી.ભરૂચ
વોન્ટેડ આરોપી: (૧) સંજયભાઈ અરવિંદભાઈ ગાંધી રહેવાસી-અંક્લેશ્વર (૨) મહેન્દ્ર ઉર્ફે ગોપી પુરૂનામ મળી આવેલ નથી. રહેવાસી- દેહલી ગામ તા.વાલીયા જી.ભરૂચ (૩) નરહરિ ઉર્ફે જુગનુ ચીમનભાઈ મોદી રહેવાસી-અંક્લેશ્વર
પકડાયેલ પ્રોહિબટડ મુદ્દામાલ: (૧) અખાદ્ય ગોળ કુલ ૧૯૦૩ કિલોગ્રામ કિં.રૂા.૧૯,૦૩૦/- (૨) ફટકડી પાવડર કુલ-૯૦૦ કિલોગ્રામ કિં. રૂા.૪૫૦૦/- (૩) મહુડા કુલ ૨૯૦૫ કિલોગ્રામ કિં.રૂા.૫૮,૧૦૦/- (૪) વીરાજ કેન્સ સલફર જોગરી પાવડર કુલ ૧૦૮૦ કિલોગ્રામ કિં.રૂા.૧૦,૮૦૦/- (૫) સુગર કેન જોગરી પાવડર કુલ ૮૦ કિલોગ્રામ કિં.રૂા.૪૦૦/- (૬) સુપર કેરી ફોર વ્હીલ ટેમ્પો નંબર GJ-16-AV-6784 કિં.રૂા.૨,૫૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩,૪૨,૮૩૦/-
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓનાં નામ: પો.સ.ઇ. જે. એન. ભરવાડ તથા એ.એસ.આઇ. બાલુભાઈ તથા અ.હે.કો. ચંન્દ્રકાંતભાઈ, અ.હે.કો. અજયભાઈ ભડીયાદરા, અ.હે.કો. જયરાજભાઈ, અ.હે.કો. પરેશભાઈ, અ.હે.કો. સંજયદાન, અ.હે.કો. વર્ષાબેન તથા પો.કો. મેહુલભાઈ, પો.કો. નિમેશભાઈ, પો.કો. નરેશભાઈ તમામ એલ.સી.બી. ભરૂચના ઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment