ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો

ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો

 અમદાવાદઃ ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો


🔶એશિયન ગ્રેનિટોના તમામ ભાગીદારોના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એશિયન ગ્રેનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. કંપની પર આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 


આ સાથે જ રાજ્યના કુલ 35થી 40 સ્થળોએ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના 200 અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. 


કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે. કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના જોઈન્ટ વેન્ચરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 


તે સિવાય એક રિયલ એસ્ટેટ ફર્મ ખાતે તથા રાજકારણી સાથે નિકટતા ધરાવતી એક મહિલાના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ