“ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડી માનવ જીંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ

“ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડી માનવ જીંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ 

🔶દહેજ ખાતે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં મર્ડર કરવાના ઇરાદે ઉત્તરપ્રદેશથી પિસ્તોલ, દેશી તમંચો તથા જીવતા કાર્ટીઝ લઇ આવેલ અને ગુનાને અંજામ આપે તે અગાઉ જ “ભરૂચ નર્મદા ચોકડી” ખાતેથી બે યુવકોને હથીયારો સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ 

✍️ મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ સાહેબનાઓ તરફથી તાજેતરમાં બનેલ પેટ્રોલપંપ લુંટના બનાવ અનુસંધાને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી તથા ગુનાહીત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર સતત વોચ રાખવા આપેલ સુચના આધારે. 

   પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. મંડોરા એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ એલ.સી.બી.ની ટીમ અસામજીક પ્રવૃત્તિઓ અટકાવવા પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળેલ કે “ ત્રણ-ચાર દિવસ અગાઉ દહેજમાં બે પાર્ટીને સામ સામે અંગત બાબતે તકરાર થયેલ છે જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામેવાળી પાર્ટીને ધમકી આપેલ જે બાબતે સામાવાળા વિરૂદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ થયેલ અને ધમકી આપનાર પાર્ટી પંજાબ તરફ હથીયાર લેવા માટે ગયેલ છે. ”જે મુજબની હકીકતને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગંભીરતાથી ધ્યાને લઇ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી સતત વોચ રાખી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જેના ફળ સ્વરૂપે ગઇકાલે વોચ દરમ્યાન પંજાબથી આવેલ બે વ્યક્તિઓને ભરૂચ નર્મદા ચોકડી ખાતે જ પકડી પાડવામાં આવેલ અને તેની પાસેની ટ્રાવેલીંગ બેગની ઝડતી તપાસમાં સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરની અનઅધિકૃત દેશી હાથ બનાવટની પિસ્તોલ-૦૧, દેશી હાથ બનાવટનો તમંચો-૦૧, ખાલી મેગ્ઝીન-૦૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૯ સહીત કુલ કિંમત રૂપિયા ૬૬,૯૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી બંને ઇસમો વિરૂદ્ધ આર્મ્સ એક્ટની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ ભરૂચ શહેર “સી” ડિવિઝન પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે. 

   આમ ભરૂચ એલ.સી.બી.ને મળેલ બાતમીને ગંભીરતાથી લઇ સતત વોચમાં રહી મોટો બનાવ બને તે અગાઉ જ બંને આરોપીઓને રસ્તામાંથી હથીયારો સાથે ઝડપી પાડી માનવ જીંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ: (૧) દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત S/O દિવાનસિંઘ ઉં.વ.-૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ, દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહેવાસી દમોદર, પોસ્ટ-મીરજાજન, થાના-કિલા લાલસિંઘ તા.બટાલા જી.ગુરદાસપુર ( ૨ ) અજયપાલ S / O નરેન્દ્રસિંઘ ઉં.વ.- ૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયું, દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહેવાસી બિહારીપુર, થાના-વેરવાડા તા.- ખદુરસેવ જી. તર્ણતરણ(પંજાબ)


 વોન્ટેડ આરોપી: (૧) સુખપ્રીતસિંઘ સંધુ જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી 

કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ: (૦૧) દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- (૦૨) દેશી હાથ બનાવટનો તમંચો નંગ -૦૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (૦૩) એક ખાલી મેગઝીન નંગ-૦૧ કિંમત રૂપિયા ૧,૦૦૦/- (૦૪) 8 MM KF જીવતા કાર્ટીઝ નંગ-૦૪ કિંમત રૂપિયા ૪૦૦/- (૦૫) 7.65 KF જીવતા કાર્ટીઝ નંગ-૦૫ કિંમત રૂપિયા ૫૦૦/- (૦૬) કાળા કલરની ટ્રાવેલીંગ નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦,૦૦ (૦૮) Redmi કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦/- (૦૯) આરોપીઓ પાસેથી મળેલ રેલ્વે/બસ મુસાફરીની ટિકીટો નંગ-૦૩ કિંમત રૂપિયા ૦૦.૦૦

 કુલ મુદ્દામાલ:- કિંમત રૂપિયા૬૬,૯૦૦/-

 કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ જે. એન. ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અ.હે.કો. ચેતનસિંહ, અ.હે.કો. સંજયભાઈ, હે.કો. જયેશભાઈ તથા પો.કો. નીમેશભાઈ, પો.કો. મયુરભાઈ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ