ભરૂચ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રી પૂર્ણેશભાઈ મોદી
✍️ મનિષ કંસારા
ભરૂચઃ શ્રી પરશુરામ ભગવાનની જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ- ભરૂચ, શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા પાંખ અને બ્રાહ્મણ યુવા પાંખ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાને હોસ્ટેલ ગ્રાઉન્ડખાતેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રસ્થાન કરાવેલ.
આ અવસરે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, અંક્લેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, બ્રહ્મસમાજ ના આગેવાન બિપિનભાઈ પટેલ, ડૉ. દિનેશ પંડ્યા, ભરૂચ-અંક્લેશ્વરના બ્રહ્મસમાજ ના આગેવાનો, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો, યુવાનો, બહેનો જોડાયાં હતાં.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Jay parshuram dada
ReplyDelete