ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિ: વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ
ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિ: વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ 🔸 જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોએ આરોગ્યકર્મીએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી 🔸ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન 🔸ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણ કરાયું: ૩૪૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ ✍️ નરેન્દ્રભાઈ દવે ભારતમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, પોલીસ આધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી હતી. સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિંન્દ્ર ખતાલેએ જણાવ્યું હતુ કે આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90% થી વધુ વેક્સીનેશન પૂર્ણ કરી શકાયું છે. આ પ્રસંગે આરોગ્ય કર્મીઓને બિરદાવતા જિલ...