ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિ: વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની 
વૈશ્વિક સિદ્ધિ: 
વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

🔸જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોએ આરોગ્યકર્મીએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી

🔸ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન

🔸ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણ કરાયું: ૩૪૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ

✍️ નરેન્દ્રભાઈ દવે
ભારતમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, પોલીસ આધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી હતી. સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિંન્દ્ર ખતાલેએ જણાવ્યું હતુ કે આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90% થી વધુ વેક્સીનેશન પૂર્ણ કરી શકાયું છે.
  આ પ્રસંગે આરોગ્ય કર્મીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં પોતાના જીવ જોખમમાં મૂકીને દિવસ રાત ફરજ નિભાવી છે. વેક્સીનેશન ના મહાઅભિયાનમાં 100 કરોડ વેક્સીનેશન એ તેમની કર્તવ્ય પરાયણતાનું જ ફળ છે.

 ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણની કામગીરી કરવામાં આવી છે. તેમજ જિલ્લાના ૩૪૩ ગામોમાં તો ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.
  આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ. એમ. પરમાર, પી.આઈ ડી.ડી.પરમાર, પી.આઈ એન.જી. વાઘેલા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.અરુણ રોય, ડો.બામરોટિયા, ડો.જીગ્નેશ પરમાર, કોવિડ કોર્ડિંનેટર ડો.બી.એન.રામ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ