શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧’ લાખ વૃક્ષોના વૃક્ષારોપણ થી વૃક્ષ ઉછેરવાનો "સંકલ્પ સમારોહ" યોજાયો

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧’ લાખ વૃક્ષોના વૃક્ષારોપણ થી વૃક્ષ ઉછેરવાનો "સંકલ્પ સમારોહ" યોજાયો


✍️ નરેન્દ્રભાઈ દવે

  શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલ્પ સમારોહ કાર્યક્રમ ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરી તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રી આર. જી. ગોહિલ ના ઉપસ્થીતીમાં કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નગરપાલીકાઓના પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, પ્રાંત અધીકારીશ્રી, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, રેવન્યુ તથા પંચાયતના અધિકારીઓ, વનવિભાગના નિવૃત્ત અધિકારીઓ, આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ શ્રી સુરેશભાઈ જાની તથા શ્રી કીરીટભાઈ ભિમાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. 

  આ પ્રસંગે જીલ્લા કલેક્ટરશ્રી ગોહિલ એ જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ સદૈવ આ વિસ્તાર માટે કાર્ય કરી રહેલ છે, વૃક્ષો વાવવા કરતાં પણ તેને ઉછેરવા એ મહત્વનું, ઓક્ટોબર-જૂન-ફેબ્રુઆરી સહીતના માસમાં વૃક્ષ ઉછેર વધુ સારી રીતે થઈ શકે વહીવટી તંત્ર આ કાર્યમાં પુરતો સહયોગ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

   આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ખતાલે એ જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ગીર સોમનાથ જીલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે મહત્વની કામગીરી કરેલી છે, જેમનાં થકી ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. 

  આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન એ જણાવેલ કે કોરોના મહામારી અને તોક્તે વાવાઝોડા બાદ લોકોને વૃક્ષોની મહત્વતા વધુ સમજાઈ છે, ઓક્સીજન ની અછત દુર કરવા વૃક્ષારોપણ ખુબ જરૂરી છે. 

  આ પ્રસંગે પાલીકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડી એ જણાવેલ કે, પાલીકા મારો વોર્ડ મારૂ વૃક્ષ યોજના અંતર્ગત વોર્ડ કોર્પોરેટર ને વાલી બનાવી વોર્ડવાઇઝ આ કાર્ય કરવાના છે, તોક્ત એ ગીર માં જેટલા વૃક્ષો તોક્ત વાવાઝોડામાં નુકશાન પામેલ તેમની જગ્યા એ નુતન વૃક્ષો વાવી શકાય તે દિશામાં પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરેલ હતી. 

  આ પ્રસંગે ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરી એ જણાવેલ કે ટ્રસ્ટ દ્વારા ચંદન વન, બિલ્વ વન, આંબાવાડી, નાળીયેર, સહીત વૃક્ષો વાવેલ છે. જો વૃક્ષારોપણ સાથે આ દિશામાં મહત્વનું અને મોટુ કાર્ય કરવું પડે, ૧૧ લાખ વૃક્ષો મીયાવાકી પદ્ધતિ સહિતની નેચરલ પ્લાન્ટેશન પદ્ધતિઓ સહીતની પદ્ધતિથી આ દિશામાં કાર્ય કરવાના છે. હરીહર વન સહિતના સ્થળો નર્સરી જેવી પદ્ધતિથી વૃક્ષો ઉછેરવામાં આવશે, ખેડુતો જો ફળાઉવૃક્ષો માટે તૈયાર થશે તો ટ્રસ્ટ આ વૃક્ષો ખરીદી અને ખેડુત પરીવાર આત્મનિર્ભર બને તે દિશામાં પણ કાર્ય કરીશું. માર્ચ-૨૦૨૨ પહેલા આ કાર્ય પુર્ણ થાય તે આ કાર્યનો સંકલ્પ છે. 

  આ કાર્યક્રમનુ સંચાલન મેનેજર વિજયસિંહ ચાવડા એ કરેલ હતું, અને આભાર દર્શન એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી એ કરેલ આ કાર્યક્રમમાં જોડાવા ગીર સોમનાથ જીલ્લાના નાગરીકો ને શ્રી સોમનાથ ટ્રસ્ટની હાર્દિક અપીલ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે એ સ્વચ્છતા અને વૃક્ષ સંરક્ષણ નો પાલીકા ચીફ ઓફિસર શ્રી જતીન મહેતાએ સંકલ્પ લેવડાવેલ હતો.
#gujaratnivacha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"