કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય વોકેશનલ તાલીમ સીરીઝ ૨૦૨૧-૨૨નું આયોજન
જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત પાંચ દિવસીય વોકેશનલ તાલીમોનું તા. ૦૪/૧૦/૨૦૨૧ થી તા.૦૮/૧૦/૨૦૨૧ દરમ્યાન જુ.કૃ.યુ. ના ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ વોકેશનલ તાલીમ સીરીઝ ૨૦૨૧-૨૨ અંતર્ગત ત્રણ અલગ અલગ વિષયો જેમ કે આઈ. ઓ. ટી. ઇન એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીઝ ફોર એન્ટરપ્રિન્યુરશીપ ડેવલોપમેન્ટ અને સોલાર એનર્જી ટેકનોલોજીઝ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવેલપમેન્ટ ના વિષય પર કૃષિ ઇજનેરી કોલેજ ના વિભાગો દ્વારા યોજવામાં આવશે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ આધુનિક ટેકનોલોજી જેવીકે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નો એગ્રીકલ્ચર માં મહત્વ, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી સેક્ટર માં વિદ્યાર્થીઓં ને ઉદ્યોગ સાહસિકો માટે રહેલી ઉજ્જવળ તકો તેમજ સૂર્ય ઉર્જા ની ટેકનોલોજીનો કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે વિકાસ અંગે નું મહત્વ આ તાલીમ દ્વારા આપવામાં આવશે.
આયોજીત વિવિધ તાલીમો તા. ૦૪/૧૦/૨૦૨૧ થી તા.૦૮/૧૦/૨૦૨૧ દરમ્યાન સવાર-સાંજ બે સેશનમાં થવાની છે. જેમાં વિવિધ વિષયોને સલગ્ન રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા અદ્યતન ટેકનોલોજી અંગેની સઘન તાલીમ આપવામાં આવશે. આ તાલીમોમાં તાલીમાર્થી તરીકે ભાગ લેનાર કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓમાં આ તાલીમોને લઈને ખુબજ ઉત્સાહ ની લાગણી છે.
આ પાંચ દિવસીય વોકેશનલ તાલીમોનું આયોજન ચીફ પેટ્રોન ડો. આર. એમ. ચૌહાણ, કુલપતિ, સરદાર કૃષિ નગર. દાંતીવાડા, પેટ્રોન ડો. પી. એમ. ચૌહાણ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ તથા ચેરમન કૃષિ ઈજનેરી અને ટેક મહાવિદ્યાલય ના આચાર્ય અને ડીનશ્રી ડો. એન. કે. ગોન્ટીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે.
આ ઉદઘાટન સમારોહ તા. ૦૪-૧૦-૨૦૨૧ના રોજ બપોરે ૩.00 કલાકે જુ.કૃ.યુ. ના ઓડીટોરીયમ ખાતે યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. એચ.પી. ગર્ગ, સીનીયર કન્સલ્ટન્ટ, એન.આઈ.એસ.સી. ઓનલાઈન હાજર રહેશે તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડો. એન.એસ. રાઠોરે, કુલપતિ, એમ.પી.યુ.એ.ટી. ઉદૈપુર, ડો. સી. આર. મહેતા, ડાયરેક્ટ, આઈ. સી.એ.આર., સી.આઈ.એ. ઈ., ભોપાલ તથા ડો. પી. સી. બર્ગલે, હેડ ઓફ ટેકનોલોજી ટ્રાન્સફર ડિવીઝન, આઈ. સી.એ.આર., સી.આઈ.એ.ઈ. ભોપાલ વિગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તદુપરાંત, આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.એમ. ગાજીપરા, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો. વી. આર. માલમ, સહ સંશોધન નિયામકશ્રી ડો. પી. મોહનોત વિગેરે જેવા જુકૃયુંના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. કે. બી. ઝાલા, પ્રાધ્યાપક અને વડા, એફ. એમ. પી.ઈ. વિભાગ, ડો. આર. એમ. સતાસિયા, પ્રાધ્યાપક અને વડા, આર.ઈ.ઈ. વિભાગ, ડો. એમ. એન. ડાભી, પ્રાધ્યાપક અને વડા, પી.એફ.ઈ. વિભાગ તેમજ કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ, વિવિધ કમિટી ના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment