ગીર સોમનાથ જિલ્લા કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા વેરાવળ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો: યોજનાકીય લાભોનુ કરાયું વિતરણ
🔶૪૫૦ લાભાર્થીઓને નિ:શુલ્ક કાનૂની સલાહ અને માર્ગદર્શન અપાયું
🔶આવક, જાતિ, EWS, દિવ્યાંગ, અને મહિલાલક્ષી યોજનાઓના ૨૫૧ લાભાર્થીઓને લાભ અપાયો, સાથે ૨૪૯ અરજીઓ સ્વીકારાઈ
🔶કુલ ૧૨ વીભાગો અને ૯૫૦ નાગરીકોએ કેમ્પમાં ભાગ લીધો.
✍️નરેન્દ્રભાઈ દવે
ગીર-સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ ખાતેની પ્રાંત કચેરીના સભાગૃહમાં મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો. જેમાં યોજનાકીય લાભોનુ વિતરણ કરવાની સાથે નિ:શુલ્ક કાનૂની સલાહની અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આવક, જાતિ, EWS સિહતના પ્રમાણપત્રો આપવાની સાથે મહિલાલક્ષી યોજનાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
આ કેમ્પમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સરકારશ્રીના વિવિધ ૧૨ વિભાગો દ્વારા મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, ઔદ્યોગિક કામદારો, ઓછી આવક મર્યાદા ધરાવતા લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવાની સાથે તેમને નિશુલ્ક કાનૂની સહાય, મધ્યસ્થતા, લોક અદાલત વગેરેની વિગતવાર જાણકારી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ એકમો દ્વારા મહિલાઓને જાતીય સતામણીથી બચવા, રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃ જાણકારી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓ-બાળકોલક્ષી યોજનાકીય લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પમાં મામલતદાર કચેરી વેરાવળ, જિલ્લા સમાજ કલ્યાણ કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, શ્રમયોગી કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સખી વનસ્ટોપ સેન્ટર,મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની કચેરીઓ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ-માર્ગદર્શન નાગરિકોને આપવામાં આવ્યું હતું.
જેના અંતર્ગત આયુુષ્યમાન કાર્ડ, બીન અનામત EW
#gujaratnivacha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment