Posts

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"

Image
વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે  "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"   🔶શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા 🔶વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ" 🔶ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક 🔶આ સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે Video   ગુજરાત ની વાચા મનિષ કંસારા દ્વારા  સોમનાથ: કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીનાં 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1(એક)જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.     માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શ...

ખંડણીખોરોનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ

Image
ખંડણીખોરોનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ સાર- સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગનાર ખંડણીખોરોને દિલધડક ઓપરેશન કરી ચાર રાજ્યોમાં હોટ પરસ્યુટ(પીછો) કરી ૪૮ કલાકમાં દિલ્હી- લખનઉથી દબોચી લઇ ખંડણીખોર ઓનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ ગુજરાત ની વાચા  મનિષ કંસારા દ્વારા  નવસારી : નવસારી જિલ્લાનાં ગણદેવી પો.સ્ટે.માં સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગવા અંગેનો બનાવ બનતા તાત્કાલિક ગુનો દાખલ કરી પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ, સુરતનાં ઓએ આપેલ સુચના અન્વયે સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી નાઓએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ કોઇપણ ભોગે અપહ્યુત બાળાને કોઇપણ નુક્શાન ન થાય તે રીતે ત્વરિત શોધી કાઢી અપહરણકારોને દબોચી લેવા અંગત રસ લઇ જાતેથી જુદી જુદી ટીમો બનાવી ગુનાની તપાસ ડી. એસ. કોરાટ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નવસારી નાઓને સોંપી સતત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.     આ કામનાં ફરિયાદીની સગીર વયની દિકરી ઉં.વ.૧૪ નું અજાણ્યા ઈસમો દ્વારા તા.૧૦/૧૧/૨૦૨૩ નાં રોજ ગણદેવીથી અપહરણ કરી ફરિયાદીને વોટ્સએપ કોલ કરી રૂપિયા એક કરોડની...

રાજપીપળા પો.સ્ટે. વિસ્તારનાં માંડણ ગામ પાસે હાઇ-વે ઉપર રાત્રી દરમિયાન ટ્રક ચાલકને લૂંટીને ફરાર થયેલ આરોપીઓને ગુનાનાં કામે ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી ધાડનો ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા

Image
રાજપીપળા પો.સ્ટે. વિસ્તારનાં માંડણ ગામ પાસે હાઇ-વે ઉપર રાત્રી દરમિયાન ટ્રક ચાલકને લૂંટીને ફરાર થયેલ આરોપીઓને ગુનાનાં કામે ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી ધાડનો ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા મનિષ કંસારા દ્વારા નર્મદા: સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાં ઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધીત ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ ભારે ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચનાઓ નાં પગલે જે. બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાં ઓ તથા એલ.સી.બી. સ્ટાફનાં પોલીસ માણસો વી.વી.આઇ.પી. મુવમેન્ટ અનુસંધાને સાગબારાથી રાજપીપળા તરફ પરત આવતા હતાં દરમિયાન માંડણ ગામ પાસે ઢાળ ઉતરતા ડેડીયાપાડા તરફનાં જવાનાં મોઢે એક મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક રોડ સાઇડમા ઉભેલ હોય અને નીચે રોડ ઉપર ઉભેલા ટ્રકનાં ડ્રાઇવર અને ક્લીનરે પોલીસની ગાડીને રોકીને જણાવેલ કે, અંદાજે અડધો કલાક પહેલા કાળા કલરની મોટર સાયકલ ઉપર ત્રણ સવારી માણસોએ અમારી ટ્રક આગળ મોટર સાયકલ આડી કરી ટ્રકનાં આગળનાં કાચ ઉપર પથ્થર મારી કાચ તોડી નાખી ત્રણેય ઈસમો ડ્રાઇવ...

અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ નં.૧૩,૧૪ માંથી ભારતીય બનાવટનાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Image
અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ નં.૧૩,૧૪ માંથી    ભારતીય બનાવટનાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. મનિષ કંસારા દ્વારા ભરૂચ: પોલીસ મહાનિદેશક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાનાં પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ જિલ્લામાં ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પરિણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય.     જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધ૨વામાં આવેલ છે અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ/જુગાર ની પ્રવુત્તિ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવેલ છે. દ૨મિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ અંક્લેશ્વર ને.હા.નં.૪૮ ઉ૫૨ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી હકીકત મળેલ “અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં આવેલ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ ન ૧૩,૧૪ મા...

વરસતાં વરસાદમાં અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ

Image
વરસતાં વરસાદમાં અંક્લેશ્વર  જીઆઇડીસી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મનિષ કંસારા દ્વારા ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિ-જુગાર પ્રવૃત્તિઓ નાબુદ કરવા સુચના કરેલ જે અનુંસધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર. આર. સરવૈયા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. સગર નાઓને અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ પ્લોટ નંબર.૩૬૦૮ ખાતે આવેલ શેડની પાછળની દિવાલના ભાગે વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાનું ધ્યાનમાં આવેલ સદર જગ્યાએ વરસતા વરસાદમાં રેડ કરતા ભારતીય બનાવટોની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૧૯ જેમાં નાની-મોટી બોટલો નંગ-૮૮૨૦ કિંમત રૂપિયા ૧૦,૫૧,૨૦૦/- તથા બીયર ટીનની પેટીઓ નંગ-૬૪ જેમાં બીયર ટીન નંગ-૧૫૩૬ કિંમત રૂપિયા ૧,૫૩,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૨,૦૪,૮૦૦/- નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવતા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.   પકડાયેલ આરોપી:- (૧) સૈફ ઉર્ફે યશ s/o ક્યુમ...

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

Image
ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત  “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી મનિષ કંસારા દ્વારા ભરૂચ: આપણાં જીવનનાં કુલ દસ તબક્કામાંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક, માનસિક,આરોગ્ય અને સર્વાંગી વિકાસ લક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે. આપણાં સમાજનાં સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે. આમ, કોઈપણ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે.     આ પહેલ અંતર્ગત ૨૮ જૂન ૨૦૨૩ના રોજ તૃતીય તબક્કામાં આ ૪૦ ગ્રામ જાગૃત કિશોરીઓને કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત કરાવી હતી. ૧) કલેક્ટર કચેરી, ભરૂચ: સ્વ-જાગૃતતા અને સ્વ-નિર્ભર અંગેનાં દ્રષ્ટાંતો આપી “ગ...

“INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો

Image
 “INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો મનિષ કંસારા દ્વારા ભરૂચ: ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો (૧)તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ક.૧૮/૦૦ વાગે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઝાડેશ્વર સંચાલકોના સહયોગથી શાંતિ હોલ ખાતે વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ લાવવા માટે બેનરો બાંધી તથા વક્તવ્ય દ્વારા ડ્રગ્સ નાં કારણે થતી હાનિ વિશે લોકોને જાણકારી આપી માહિતગાર કરેલ.  પ્રજાપિતા બ્રહ્માકુમારી (૨) તા.૨૪/૦૬/૨૦૨૩ નાં રોજ ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ “જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ" ભોલાવ, ભરૂચ ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતી આડ અસરો બાબતે જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પો.ઇન્સ. એ. એ. ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ નાં પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા મકતમપુર, PHC નાં ડૉ. સેજલ મેકવાન તેમજ સ્કુલનાં શિક્ષક સ્ટાફ હાજર રહી સ્કૂલનાં હોલમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન સબંધે વક્તવ્ય આપવામાં આવેલ તથા બેનેરો તેમજ માદક પદાર્થના ઉપયોગથી થતી આડ...