અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ નં.૧૩,૧૪ માંથી ભારતીય બનાવટનાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ નં.૧૩,૧૪ માંથી 
 ભારતીય બનાવટનાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.


મનિષ કંસારા દ્વારા

ભરૂચ: પોલીસ મહાનિદેશક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાનાં પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ જિલ્લામાં ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પરિણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય. 

   જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધ૨વામાં આવેલ છે અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ/જુગાર ની પ્રવુત્તિ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવેલ છે. દ૨મિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ અંક્લેશ્વર ને.હા.નં.૪૮ ઉ૫૨ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી હકીકત મળેલ “અંક્લેશ્વર તાલુકાનાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં આવેલ સર્વે નં.૨૦૩ પૈકી પ્લોટ ન ૧૩,૧૪ માં નવા ચાલતા ટ્રકશન સાઇડ ઉપર જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઈ પરીખ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહિ જથ્થો મંગાવી ઉતારેલ છે; “જે મળેલ બાતમી હકીકત આધારે તાત્કાલિક પો.સ.ઇ આર. કે. ટોરાણી તથા એલ.સી.બી. ની ટીમ બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી બાતમી હકીકત મુજબ સુદામા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ બોક્ષ નંગ-૨૮૦ જેમાં નાની મોટી બોટલ તથા બીયરટીન નંગ- ૧૦૨૮૪ કિં રૂ.૧૨,૨૬,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી, મુદ્દામાલ મંગાવનાર કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઈ પરીખ રહે.અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસ૨ ની કાર્યવાહી કરી અંક્લેશ્વ૨ રૂરલ પો.સ્ટે.માં ગુનો ૨૭/૨ ક૨વામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્ઘારા દારૂ/જુગાર અંગેની ગે૨કાયદેસ૨ની પ્રવૃત્તિઓ ઉ૫૨ કડક કાર્યવાહી કરવામાં આવના૨ છે.


વોન્ટેડ આરોપી:- (૧) જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઈ પરીખ રહે.અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.


કબજે કરવામાં આવેલ મુદ્દામાલ:- (૧) ભા૨તીય બનાવટનાં વિદેશી દારૂ તથા બીયર ટીન નાં કુલ બોક્ષ નંગ-૨૮૦ કિં રૂ. ૧૨,૨૬,૪૦૦/-


આરોપી નો ગુનાહીત ઈતિહાસ:- ૩૧ જેટલા અલગ-અલગ શહેર-જિલ્લાનાં ગુનામાં સંડોવાયેલ છે


કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઇ. આર. કે. ટોરાણી તથા એ.એસ.આઇ. ચંદ્રકાન્તભાઈ તથા હે.કો. જયરાજભાઈ, હે.કો. પરેશભાઈ, હે.કો. ધનંજયસિંહ, હે.કો. અજયભાઈ તથા પો.કો. કિશોરસિંહ, પો.કો. મેહુલભાઇ, પો.કો. નૈલેષદાન એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી ક૨વામાં આવેલ છે.

#gujaratnivacha

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ