વરસતાં વરસાદમાં અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિ-જુગાર પ્રવૃત્તિઓ નાબુદ કરવા સુચના કરેલ જે અનુંસધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર. આર. સરવૈયા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. સગર નાઓને અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ પ્લોટ નંબર.૩૬૦૮ ખાતે આવેલ શેડની પાછળની દિવાલના ભાગે વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાનું ધ્યાનમાં આવેલ સદર જગ્યાએ વરસતા વરસાદમાં રેડ કરતા ભારતીય બનાવટોની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૧૯ જેમાં નાની-મોટી બોટલો નંગ-૮૮૨૦ કિંમત રૂપિયા ૧૦,૫૧,૨૦૦/- તથા બીયર ટીનની પેટીઓ નંગ-૬૪ જેમાં બીયર ટીન નંગ-૧૫૩૬ કિંમત રૂપિયા ૧,૫૩,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૨,૦૪,૮૦૦/- નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવતા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:- (૧) સૈફ ઉર્ફે યશ s/o ક્યુમખાન જાતે ખાન ઉં.વ.૩૦, રહેવાસી-મ.નં.બી.૧૦૧, ગ્રીનપાર્ક સોસાયટી, રેલ્વે સ્ટેશન પાસે, અંક્લેશ્વર, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૨) ગૌરાંગ જગદીશભાઈ પરમાર ઉં.વ.૨૨ રહેવાસી, મ.નં.૬૧, આશ્રય સોસાયટી, રાજીવનગર, રેલ્વે ગોદી પાસે, ભરૂચ, તા.જિ.ભરૂચ. (૩) નિરજભાઈ બાબુભાઈ રબારી ઉં.વ.રર રહેવાસી-નવીનગરી, નિકોરાગામ, કબીરવડ પાસે, તા.જિ.ભરૂચ. (૪) નિરજ રબારી નાઓએ જણાવેલ કે, આ ઈસમ મારો સગો ભાઈ થાય છે અને મુકબધીર છે; જેનું નામ સનીભાઈ બાબુભાઈ રબારી ઉં.વ.૧૯ રહેવાસી-નવીનગરી, નિકોરાગામ, કબીરવડ પાસે, તા.જિ.ભરૂચ.
વોન્ટેડ આરોપીઓ:- (૧) છગન મેવાડા રહે.જોલવા પાટીયા, કડોદરા, સુરત. (૨) પરેશ મારવાડી ઉર્ફે મહારાજ રહે.માંડવી (૩) જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઈ પરીખ રહે.સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ, ગોપાલ ડેરી પાસે, જલધારા ચોકડી, અંક્લેશ્વર જીઆઇડીસી, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૪) રાજેન્દ્રકુમાર હિરાભાઈ મિસ્ત્રી રહે.ગુજરાત રેસીડેન્સી, કુરસદ રોડ, કીમ, જિ.સુરત મુળ રહે.બસ સ્ટેન્ડ પાસે, સોજદ શહેર, તા.પાલી, જિ.પાલી (રાજસ્થાન). (૫) ઉર્વેશ ગોપાલ યાદવ રહે.માન.૧૦૫, ગણેશપાર્ક, સોસાયટી, અંક્લેશ્વર જીઆઇડીસી, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૬) એક બંધ બોડીની ઓરેન્જ કલરની ટ્રકનો ડ્રાયવર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ:- પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ. એ. પરમાર તથા અ.હે.કો. વિજયભાઈ શામળભાઈ બ.નં.૧૧૧૬, અ.હે.કો. જીજ્ઞેશભાઈ મોતીભાઇ બ.ન ૧૧૧૮, અ.હે.કો. જયરાજસિંહ પોપટસિંહ બ.નં.૧૬૧૬, અ.હે.કો. રમેશભાઈ બચુભાઈ બ.નં.૮૯૬, અ.પો.કો. પિન્ટુસિંહ ગટ્ટુરસિંહ બ.નં.૧૮૮૩, અ.પો.કો. સુમિતભાઈ પ્રેમચંદભાઈ બ.નં.૧૮૭૭, અ.પો.કો. ધર્મેદ્રસિંહ રણજીતસિંહ બ.નં.૦૧૪૧૩ તથા આ.પો.કો. ગોવિંદભાઈ કરશનભાઈ બ.નં.૪૭૪, આ.પો.કો. શૈલેષભાઈ અમૃતભાઈ બ.નં.૦૧૩૨ નાઓ દ્વારા ટીમ વર્ક થી સદર કામગીરી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment