રાજપીપળા પો.સ્ટે. વિસ્તારનાં માંડણ ગામ પાસે હાઇ-વે ઉપર રાત્રી દરમિયાન ટ્રક ચાલકને લૂંટીને ફરાર થયેલ આરોપીઓને ગુનાનાં કામે ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી ધાડનો ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા
મનિષ કંસારા દ્વારા
નર્મદા: સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાં ઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધીત ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ ભારે ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચનાઓ નાં પગલે જે. બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાં ઓ તથા એલ.સી.બી. સ્ટાફનાં પોલીસ માણસો વી.વી.આઇ.પી. મુવમેન્ટ અનુસંધાને સાગબારાથી રાજપીપળા તરફ પરત આવતા હતાં દરમિયાન માંડણ ગામ પાસે ઢાળ ઉતરતા ડેડીયાપાડા તરફનાં જવાનાં મોઢે એક મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક રોડ સાઇડમા ઉભેલ હોય અને નીચે રોડ ઉપર ઉભેલા ટ્રકનાં ડ્રાઇવર અને ક્લીનરે પોલીસની ગાડીને રોકીને જણાવેલ કે, અંદાજે અડધો કલાક પહેલા કાળા કલરની મોટર સાયકલ ઉપર ત્રણ સવારી માણસોએ અમારી ટ્રક આગળ મોટર સાયકલ આડી કરી ટ્રકનાં આગળનાં કાચ ઉપર પથ્થર મારી કાચ તોડી નાખી ત્રણેય ઈસમો ડ્રાઇવર કેબીન પાસે આવી અમોને ગાળો આપી ઝપાઝપી કરી ડીઝલની સિલક ના રોકડા રૂપિયા ૧૦,૦૦૦/- તથા અમારા બંનેનાં બે મોબાઇલ લુંટીને ડેડીયાપાડા તરફ નાસી ગયેલ છે તેવી હકીકત જણાવતા હતા આ દરમિયાન જ ઉપરોક્ત વર્ણનવાળી મોટર સાયકલ તથા ઉપરોક્ત વર્ણન ત્રણ સવારી ઈસમો મોટરસાયકલ પર બેસી આજ રોડ ઉપર ડેડીયાપાડા તરફથી રાજપીપળા તરફ બનાવવાળી જગ્યા પાસેથી જ ખુબ ઝડપથી મોટર સાયકલ ચલાવી પસાર થતા ઉપરોક્ત ટ્રક ડ્રાઇવરે આ જ ઈસમોએ લુંટ કરેલ હોવાનું જણાવતાં ઉપરોક્ત મોટર સાયકલ ઉપરનાં ત્રણ સવારી ઈસમો નો પીછો કરતા સદર ઈસમો મો.સા. ઉપર ઝડપથી રાજપીપળા તરફ ભાગેલ અને એલ.સી.બી. સ્ટાફે ગાડીથી સતત તેમનો પીછો કરતા આ ઈસમો ખામર ચોકડી થઇ આમલેથા બાજુ ભાગેલ જેનો સતત પીછો કરતા ત્રણેય ઈસમો આમલેથા ગામમાંથી જતાં સણદસ રોડ તરફ ભાગવા લાગતા માટી કીચડમાં મોટર સાયકલ ફસાઈ જતાં એલ.સી.બી. સ્ટાફે તાત્કાલિક ત્રણેય ઈસમોને પકડવા જતા એક કાળા કલરનાં કપડા પહેરેલ ઈસમ પકડાય ગયેલ અને અન્ય બે ઈસમ વરસાદ ચાલુ હોય અંધારાનો લાભ લઇ નદી કોતરમાં ભાગી ગયેલ. સદર પકડાયેલ ઈસમની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ શૈલેષ રણછોડભાઈ વસાવા ઉં.વ. ૧૯ રહે.ઉમલ્લા નવી નગરી તા.ઝઘડિયા જિ.ભરૂચના નું હોવાનું જણાવેલ અને તે તેના સહ આરોપીઓ સાથે મળીને લૂંટ કરવાના ઈરાદે આવેલ હોય અને માંડણ ગામ પાસે એક ટ્રકને રોકીને તેની સાથે મારઝુડ કરી તેની પાસેનાં રોકડ રકમ તથા મોબાઇલ લૂંટી લઇ ભાગી ગયેલ હોવાની હકીકત જણાવતો હોય જેથી સદર આરોપીને સી.આર.પી.સી. ૪૧(૧) ડી મુજબ અટક કરી તેની પાસેનાં સેક્ડ રકમ રૂ. ૬,૬૦૦/- મોબાઇલ નંગ-૩ કિં.રૂ. ૧૦,૫૦૦/- તથા કાળા કલરની પલ્સર મો.સા.-૧ કિં.રૂ. ૪૦,૦૦૦/-નો મુદ્દામાલ સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.
હસ્તગત કરેલ આરોપી:- (૧) શૈલેષ રણછોડભાઈ વસાવા ઉં.વ.૧૯ રહે.ઉમલ્લા નવી નગરી તા.ઝઘડિયા જિ.ભરૂચ
વોન્ટેડ આરોપીઓ:- (૧) મનીષ વસાવા રહે.કાલીયાપરા તા.ઝઘડિયા જિ.ભરૂચ. (૨) ઉદય નિલેશભાઈ વસાવા રહે.ઉમલ્લા તા.ઝઘડિયા જિ.ભરૂચ. (૩) તેમજ તપાસમાં નીકળે તે આરોપીઓ
ગુનામાં વપરાયેલ હસ્તગત કરેલ મુદ્દામાલ:- (૧) રોક્ડ રકમ રૂ. ૬,૫૦૦/- (૨) મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૧૦૫૦૦/- (૩) કાળા કલરની પલ્સર મો.સા.-૧ કિં.રૂ. ૪૦,૦૦૦/- કુલ મુદ્દામાલ કિં.રૂ.૪૭,૧૦૦/-
ડીટેક્ટ કરેલ ગુનાની વિગત:- (૧) રાજપીપળા પો.સ્ટે. એ-પાર્ટ નં.૦૯૪૬/૨૦૨૩, ઇ.પી.કો. ક્લમ ૩૯૫, ૪૨૭ મુજબ
ઉપરોક્ત કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓનાં નામ:- (૧) જે. બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા. (૨) બી. એસ. સોલંકી, પો.સ.ઇ. એલ.સી.બી. (૩) એ.એસ.આઇ. કૃષ્ણલાલ શંકરભાઈ એલ.સી.બી. (૪) અ.હે.કો. દર્વેશભાઈ ચંપકભાઈ એલ.સી.બી. (૫) આ.હે.કો. ઉમેશભાઈ વામનભાઈ એલ.સી.બી. (૬) આ.લો.ર. લક્ષ્મણભાઈ રંગનાથભાઈ એલ.સી.બી.
#gujaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment