રાજ્યવ્યાપી "સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનાં આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર
રાજ્યવ્યાપી "સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનાં આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર ભરૂચની જે પી કોલેજ અને આઇકોનિક સ્થળ શુકલર્તીથ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે ″સૂર્ય નમસ્કાર અભિયાન″ અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ પત્રકાર પરિષદ યોજી મનિષ કંસારા દ્વારા ભરૂચ: જિલ્લા કલેકટર તુષારભાઈ સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં ૦૧ ડિસેમ્બર-૨૦૨૩થી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.૧ જાન્યુઆરી સુધી ચાલશે. તા.૧ જાન્યુઆરીના રાજ્યભરમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય ૫૦ સ્થળો પરથી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડ નાં આયોજનમાં ભરૂચના ૨ સ્થળો ભાગી...