Posts

“My Livable Bharuch” અંતર્ગત તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે

Image
 “My Livable Bharuch” અંતર્ગત   તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે ✍️ મનિષ કંસારા  ભરૂચ : "My Livable Bharuch"  તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા શરૂ કરાયેલ CSR પહેલ છે. જેનો ધ્યેય શહેરના નાગરિકો માટે Citizen Friendly બનાવવાનો અને શહેરનાં હેપ્પીનેસ ઇન્ડેક્ષને સુધારવાનો છે. આ પહેલ સંપૂર્ણ રીતે CSR અને સ્વયં પ્રેરિત લોક ભાગીદારી પર આધારિત છે.      આ પહેલ અંતર્ગત નીચેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. 🔸 મુખ્ય માર્ગો પર રાત્રીનાં સમય સાથે બે/ત્રણ વખત સફાઇ વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ અસરકારક રીતે ડોર ટુ ડોર ૪ સ્તરો પર કચરાનું પૃથ્થકરણ કરીને કચરાને ગાડીમાં આપવો  અને 100% કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ 🔸નાગરિકોની સંલગ્નતા વધારવા માટે જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવશે.  🔸દિવાલ ચિત્રો (ભીંતચિત્રો), વૃક્ષારોપણ, શિલ્પો વગેરે દ્વારા શહેરને સુંદર બનાવવામાં આવશે 🔸ઘાટ, બગીચા, વર્ટિકલ ગાર્ડન, હેરિટેજ પ્લેસ રિસ્ટોરેશન, હોકર્સ ઝોન, પાર્કિંગનો વિકાસ. 🔸રાત્રી બજાર, હેપ્પી સ્ટ્રીટ, 4R(Reduce, Reuse, Recycle, Re-gift to the nature...

કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Image
ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં  વોન્ટેડ   કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ   ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં વોન્ટેડ કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ✍️ મનિષ કંસારા  ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ કુખ્યાત આરોપીઓને પકડવા અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા જિલ્લાની અન્ય બ્રાન્ચ/પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ...

ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી

Image
ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી ✍️ મનિષ કંસારા  ભરૂચ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ-દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ- દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨,૨૮,૭૨૧ બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાનાં લક્ષ્યાંક સામે ત્રણ  દિવસમાં ૨,૨૫,૬૦૩  એટલે કે  ૯૮.૬૪ % જેટલા બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પોલિયો બુથની મુલાકાત લઇ સ્વયં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.     અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલ સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના રસીના બે ટીપા પીવડાવવા કૂલ-૯૮૯ બુથ, ૫૭ ટ્રાન્ઝીટ ટીમ, ૩૧૨ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઘરે ઘરે જઈને આ અભિયાનમાં તાલીમબદ્ધ ૪૨૧૬ પેર...

જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Image
જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ  ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી   ૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે-:જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયુ અભિવાદન જિલ્લા કલેક્ટરે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી કલેક્ટરને અર્પણ કરાયો જિલ્લામાં "કૃષિ ઉત્કર્ષ" પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાનાં ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ✍️ મનિષ કંસારા ભરૂચઃ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને  જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.       જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ આ પર્વે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીનાં જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા મ...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું

Image
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું સોમનાથ આવતા ભક્તોને થઈ રહ્યો છે શિવભક્તિ સાથે દેશભક્તિનો અનુભવ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના- માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ દેશભક્તિની ગંગોત્રી બન્યું ✍️ મનિષ કંસારા સોમનાથ: દેશની આઝાદીના 75મા વર્ષની ખુશીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર સમગ્ર દેશ આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત કરવામાં આવ્યું છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ધર્મભક્તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે.       દેશનાં પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય ભાવના ની નવી લહેર દોડી છે. 12 માર્ચ 2021 ના ​​રોજ, જ્યારે પ્રધાનમંત્રી એ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને આઝાદી ના અમૃત પર્વની ઉજવણી કરવાનું આહ્વાન કર્યું, ત્યારે સમગ્ર રાષ્ટ્ર તેમના ...

નર્મદા જિલ્લાનાં પોલીસ જવાનોમાં ભળ્યો દેશભક્તિનો રંગ રાજપીપલા પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરી

Image
નર્મદા જિલ્લાનાં પોલીસ જવાનોમાં ભળ્યો દેશભક્તિનો રંગ રાજપીપલા પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરી  🔸રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને તેનો પરિચય આપ્યો રાજપીપલા નગરમાં  ૨૫૦ જવાનોની તિરંગા યાત્રાએ 🔸ખાખીની શાન અને તિરંગાના સન્માનને જાળવી પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં જમાવ્યું અનેરુ આકર્ષણ   ✍️ મનિષ કંસારા  રાજપીપલા: દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને આજે રાજપીપલા નગરમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી ચેતનાબેન ચૌધરીના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૫૦ થી વધુ પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથેની પોલીસ જવાનોની આ ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.       “હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા જિલ્લાનાં બાળકો-મહિલાઓ, ય...