કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં વોન્ટેડ કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ કુખ્યાત આરોપીઓને પકડવા અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા જિલ્લાની અન્ય બ્રાન્ચ/પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. વાય. જી. ગઢવીનાઓને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી હકીકત મળેલ કે “ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા પંચમહાલ જિલ્લાનાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના શરીર સંબંધીત ગુનામાં વોન્ટેડ આરોપી નયન ઉર્ફે બોબડો કાયસ્થ નવસારી જિલ્લાનાં ગણદેવીમાં રોકાયેલ છે." જે ચોક્ક્સ માહિતી આધારે તાત્કાલિક ટીમને ગણદેવી ખાતે મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા ઉપરોક્ત કુખ્યાત વોન્ટેડ આરોપીને ગણદેવી પો.સ્ટે.વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી: નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ મુળ રહેવાસી- દાંડીયાબજાર સ્વામીનારાયણ મંદિર સામે ભરૂચ હાલ રહેવાસી-મકાન નંબર AA/46 રવિપુજન સોસાયટી સ્વામીનારાયણ મંદિર સામે ઝાડેશ્વર ચોકડી પાસે, ભરૂચ
પ્રોહિબિશનના વોન્ટેડ ગુનાઓની યાદી: (૧) ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૧૦૨૧૧૭૦૩/૨૦૨૧ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૮૧ મુજબ (૨) ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૧૦૨૨૦૦૦૩/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૮૧ મુજબ (૩) ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૧૦૨૨૦૦૮૫/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ),(એ), ૮૧ મુજબ (૪) ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૧૦૨૨૦૦૯૩/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૮૧ મુજબ (૫) ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૧૦૨૨૦૩૨૩/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ-૬૫ (એ), (ઇ), ૮૧,૧૧૬ (બી), ૯૮ (૨) મુજબ (૬) ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૦૧૨૧૧૫૨૨/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ), ૬૫(ઇ) ,૮૧,૯૮(૨), ૧૧૬(બી) મુજબ (૭) ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૦૧૨૨૦૦૮૨/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮ (૨), ૧૧૬ (બી) મુજબ (૮) ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૦૧૨૨૦૦૨૮૬/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫ (એ), (ઇ), ૮૧ મુજબ (૯) નબીપુર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૩૮૨૧૦૦૨૭/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫ (એ), (ઇ), ૮૧, ૯૮ (૨), મુજબ (૧૦) નબીપુર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૧૧૧૯૯૦૩૮૨૧૧૨૦૪/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫ (એ), (ઇ), ૮૧, ૯૮ (૨), મુજબ (૧૧) વાગરા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૦૧૧૮/૨૦૨૨ પ્રોહિ એક્ટ ૬૫(એ), (ઇ), ૮૧ મુજબ (૧૨) દહેજ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ ‘સી’ ૦૨૦૫/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨) ૧૧૬(બી) મુજબ (૧૩) હાલોલ રૂરલ પો.સ્ટે . પાર્ટ ‘એ’ ૧૧૨૦૭૦૭૯૨૧૦૭૩/૨૦૨૧ ઇ.પી.કો. ૧૪૩,૧૪૭,૧૪૮,૩૨૫,૩૨૬,૩૪૧,૪૨૭ જી.પી.એકટ ૧૩૫ મુજબ
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: ( ૧ ) ઓપ્પો કંપનીના સ્માર્ટ મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (ર) આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૨૫૦૦/-
કુલ મુદ્દામાલ રૂપિયા ૧૨,૫૦૦/-
આરોપીનો ગુનાહીત ઈતિહાસ: પકડાયેલ આરોપી સને ૨૦૧૦ થી આજદિન સુધીમાં ભરૂચ, ગોધરા, વડોદરા ગ્રામ્ય, નવસારી, વલસાડ, સુરત વિગેરે અલગ-અલગ જિલ્લામાં સંખ્યાબંધ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ છે. પકડાયેલ આરોપી પ્રોહિબિશનના ગુના ઉપરાંત પાંચેક વખત શરીર સંબંધીત ગુનાઓમાં પણ પકડાયેલ છે. આ ઉપરાંત પકડાયેલ આરોપીની સાત વખત પાસા થયેલ છે જે અંતર્ગત તે ગુજરાત રાજ્યની હીંમતનગર, અમદાવાદ (સાબરમતી સેન્ટ્રલ જેલ), ભુજ (પાલારા જેલ), પોરબંદર, અમરેલી, જુનાગઢ, સુરત જેલોમાં સજા કાપી આવેલ છે.
કામગીરી કરનાર ટીમ: વાય. જી. ગઢવી પો.સ.ઇ. ભરૂચ તથા અ.હે.કો. પ્રવીણભાઈ પટેલ દહેજ પો.સ્ટે., અ.હે.કો. પરેશભાઈ, અ.હે.કો. સંજયદાન તથા પો.કો. મેહુલભાઈ, પો.કો. મયુરભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા સયુંક્ત ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment