ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી

ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી


✍️ મનિષ કંસારા 

ભરૂચ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ-દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ- દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨,૨૮,૭૨૧ બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાનાં લક્ષ્યાંક સામે ત્રણ  દિવસમાં ૨,૨૫,૬૦૩  એટલે કે  ૯૮.૬૪ % જેટલા બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પોલિયો બુથની મુલાકાત લઇ સ્વયં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 


   અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલ સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના રસીના બે ટીપા પીવડાવવા કૂલ-૯૮૯ બુથ, ૫૭ ટ્રાન્ઝીટ ટીમ, ૩૧૨ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઘરે ઘરે જઈને આ અભિયાનમાં તાલીમબદ્ધ ૪૨૧૬ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો આંગણવાડી વર્કર મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.  

   વધુમાં તા.૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના  કુલ બે દિવસ જી.આઇ.ડી.સી. અંક્લેશ્વર વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બાકી રહી ગયેલા બાળકોને પણ આવરી લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ