જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ  ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી


 ૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે-:જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા


તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયુ અભિવાદન


જિલ્લા કલેક્ટરે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી કલેક્ટરને અર્પણ કરાયો


જિલ્લામાં "કૃષિ ઉત્કર્ષ" પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાનાં ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

✍️ મનિષ કંસારા

ભરૂચઃ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને  જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. 


   જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ આ પર્વે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીનાં જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી. તેમણે પ્રધાનમંત્રીના અનુરોધને ઉમળકાથી વધાવી લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા. 

   કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ભારતીયોની ક્ષમતા અને કૌશલ્યોના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. 


   વધુમાં તેમણે જણાવ્યું કે, આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે. દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણ, કૌશલ્ય અને રોજગારી, ખેડૂત કલ્યાણ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિકાસ આયોજનો ની વિગતવાર જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે ભરૂચ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતાં. 

   દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આઝાદીની લડતમાં ભરૂચ અને જંબુસરનું યોગદાન યાદ કરતાં ભાવાંજલી અર્પણ કરતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ગુજરાતનાં ઈતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચ જિલ્લાનું આગવું સ્થાન છે. આવી ભવ્ય ભૂતકાલીન જાહોજલાલીને વરેલા ભરૂચ જિલ્લામાં અનેક શાસકોનાં શાસનો આવ્યા. દેશની સ્વાતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લા સહિત જંબુસરનું પણ અનેરૂ યોગદાન હતું. કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકા૨નાથ ઠાકુ૨, છોટુભાઈ પુરાણી અને છોટે સ૨દા૨ ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહે૨-જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે અવિ૨ત પ્રયાસો તથા એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્ય વીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાનાં નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.  

   વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આ મહોત્સવ સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત છે. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલનારા આઝાદીનો આ અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે. જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા જ ભજવી નથી, પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે, જે ભારત ૨.૦ ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે.  

    આ ઉપરાંત વધુમાં જિલ્લા કલેકટરે ભરૂચ જિલ્લાના દેશનાં વિકાસ કાર્યોમાં યોગદાન બાબતે જણાવતાં કહ્યું કે, જિલ્લાની  ૪૫ હેકટર જમીનમાં કુલ ૧૧ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે. તેમાં કુલ ૧૭,૦૧૪ ઔદ્યોગિક એકમો આવેલ છે. જેમાં ઔદ્યોગિક એકમો દ્વારા ગત વર્ષે રૂા.૭૨,૦૦૦ કરોડ નિકાસ કરવામાં આવી, જે દેશની કુલ નિકાસના ૨% ટકા છે. તેમજ ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લો નિકાસની બાબતમાં બીજા નંબરે છે. 

    આ ઉપરાંત જિલ્લામાં "કૃષિ ઉત્કર્ષ" પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાના ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. 

   વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર કે રાજ્ય સરકારની અમલમાં મુકવામાં આવતી યોજનાઓને વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં ભરૂચ જિલ્લામાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિધ્ધિને હાલમાં, કોરોના મહામારી (કોવીડ-૧૯) મહામારી અંતર્ગત ભરૂચ જિલ્લામાં રોગ અટકાયતી પગલાંના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજદિન સુધી ૧૮ થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વયજુથના લાભાર્થીઓને સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર વિનામૂલ્યે કોવિડ વેકસીનેશનનો પ્રથમ ડોઝ ૧૪,૬૭,૭૩૧ અને  બીજો ડોઝ ૧૪,૯૦,૬૭૭ તથા પ્રિકોશનરી ડોઝ ૨,૧૨,૦૭૯ માટે લાભાર્થીઓને આવરી લીધેલ છે. 

   આ ઉપરાંત તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, નલ સે જલ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ૬૬૨ ગામોના કુલ-૩૬૦૯૬૦ ઘરો પૈકી ૩,૧૯,૭૦૫ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી મેળવવાની સગવડ ઉભી કરાઈ હતી. બાકી ૪૧૨૫૫ ઘરોમાં નળજોડાણ ની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરીને  હાલમાં ૧૦૦% કુટુંબો નળ કનેક્શન થી ઘરે પાણી મેળવી રહેલ છે. 

   આમ, ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગતિની હ૨ણફાળ ભરી છે. જિલ્લાનાં વિકાસનાં મીઠાં ફળ સામાન્ય જન સમુદાય સુધી ૫હોંચ્યા જ છે. 

   વધુમાં કલેક્ટર ૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે. તેમ રાષ્ટ્રના સ્વોચ્ય હોદા પર બિરાજમાન દ્રોપદી મૂર્મુના પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા દેશની દિકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું  છે. 

   આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ અવસરે શાળાના બાળકો નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 

   આ પ્રસંગે, જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું. 


   આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટરને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ પટાંગણમાં મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.     

   આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલ, નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલ તથા, જિલ્લા - તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"