“My Livable Bharuch” અંતર્ગત તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે

 “My Livable Bharuch” અંતર્ગત
 તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે

✍️ મનિષ કંસારા 

ભરૂચ : "My Livable Bharuch"  તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા શરૂ કરાયેલ CSR પહેલ છે. જેનો ધ્યેય શહેરના નાગરિકો માટે Citizen Friendly બનાવવાનો અને શહેરનાં હેપ્પીનેસ ઇન્ડેક્ષને સુધારવાનો છે. આ પહેલ સંપૂર્ણ રીતે CSR અને સ્વયં પ્રેરિત લોક ભાગીદારી પર આધારિત છે. 


   આ પહેલ અંતર્ગત નીચેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.


🔸મુખ્ય માર્ગો પર રાત્રીનાં સમય સાથે બે/ત્રણ વખત સફાઇ વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ અસરકારક રીતે ડોર ટુ ડોર ૪ સ્તરો પર કચરાનું પૃથ્થકરણ કરીને કચરાને ગાડીમાં આપવો  અને 100% કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ


🔸નાગરિકોની સંલગ્નતા વધારવા માટે જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવશે. 


🔸દિવાલ ચિત્રો (ભીંતચિત્રો), વૃક્ષારોપણ, શિલ્પો વગેરે દ્વારા શહેરને સુંદર બનાવવામાં આવશે


🔸ઘાટ, બગીચા, વર્ટિકલ ગાર્ડન, હેરિટેજ પ્લેસ રિસ્ટોરેશન, હોકર્સ ઝોન, પાર્કિંગનો વિકાસ.


🔸રાત્રી બજાર, હેપ્પી સ્ટ્રીટ, 4R(Reduce, Reuse, Recycle, Re-gift to the nature) પાર્ક વિકસાવવામાં આવશે.


🔸પરિવહનના માધ્યમ તરીકે OLA અને Uber જેવી અમુક સુવિધાઓની શરૂઆત


🔸My Bharuch tourist Applicationનો વિકાસ વગેરે.


"My Livable Bharuch"  logo નુ લોચીંગ મુખ્યમંત્રી દ્વારા ૧૬ જુન ૨૦૨૨ ના રોજ સુવા તા.વાગરા ખાતે કરવામાં આવ્યુ.


સ્ટીયરીંગ કમિટીની બેઠક :- 

🔸"My Livable Bharuch"  પહેલ માટે સ્ટીયરીંગ કમિટીનું ગઠન કરવામાં આવ્યુ. આ સ્ટીયરીંગ કમિટીમાં શહેરનાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ અગ્રગણ્ય નાગરીકોનો સમાવેશ કરવામાં આવ્યો.

🔸સોશીયલ મીડિયા માં પ્રચાર-પ્રસાર


પ્રચાર-પ્રસાર માટે નીચે મુજબનો Social Media Pages અને Account વિકસાવવામાં આવ્યા.


1. Instagram Credentials:


#mylivablebharuch

https://instagram.com/mylivablebharuch?igshid=YmMyMTA2M2Y=


2. Facebook credentials

https://www.facebook.com/mylivablebharuch/


3. YouTube credentials


@mylivablebharuch

https://youtube.com/channel/UCmsvCHpM-QjzEPDdwF4Fejg


હેપ્પી સ્ટ્રીટ:- 

તા.૧૭/૦૯/૨૦૨૨ હેપ્પી સ્ટ્રીટ:- 


🔸તા.૧૭/૯/ર૦રરના રોજ માતરીયા તળાવ ખાતે હેપ્પી સ્ટ્રીટનુ સફળ આયોજન કરવામાં આવેલ. 

   જેમાં સીદ્દિ ગોમા ડાન્સ, ઝુમ્બા, ઓપન ગરબા, ગેમ્સ જેવી કે સાપસીડી, લુડો, લંગડી, રસ્સા ખેંચ, રસ્સી કુદ, કોથળા દોડ વિગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ. 

  હેપ્પી સ્ટ્રીટમાં સેલ્ફી પોઈન્ટ, નેશનલ ગેમ્સના માસ્કોટ, ન્યુટ્રીશન ફુડ, ચાર સ્તરીય કચરાનું પૃથ્થકરણ અને વિજેતા બાળકોને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવેલ છે. હેપ્પી સ્ટ્રીટમાં શહેરના ૧ર૦૦ થી ૧૩૦૦ નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. 'હેપ્પી સ્ટ્રીટ' માટે શહેરનાં ઘણા નાગરીકો દ્વારા હકારાત્મક પ્રતિભાવો મળેલ છે.


તા.૨૫/૦૯/૨૦૨૨ હેપી સ્ટ્રીટ:- 


🔸શહેરનાં નાગરીકો દ્વારા પુન:હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવા વિનંતી કરવામાં આવેલ હતી અને શહેરનાં નાગરીકોની લાગણીને માન આપી તા.રપ/૯/ર૦રર (રવિવાર)ના રોજ માતળીયા તળાવ ખાતે પુન:હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મ્યુઝીકલ બેન્ડ, ઝુમ્બા, ફન ગેમ્સ જેમાં રસ્સા ખેંચ, કોથળા દોડ, હોલા હુપ, રસ્સી કુદ, લુડો, રીંગ થ્રો, બેડમિન્ટન પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવનાર છે. આ હેપ્પી સ્ટ્રીટમાં પધારવા તમામ નાગરીકોને આમંત્રણ છે.

   આ હેપ્પી સ્ટ્રીટ માટે કોઈપણ ક્ષેત્રમાં જેમ કે રમતગમત, મીમીક્રી, કાવ્ય લેખન જેવી પ્રવૃત્તિમાં જો તમે કોઈ ખાસ પ્રતિભા ધરાવતા હોવ અને તેનું પ્રદર્શન Happy Street માં કરવા માંગતા હોવ તો નીચે મુજબની આપેલી લીંક/QR-Codeમાં તમારૂં રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


(ફ્રી એન્ટ્રી)લિંક:

 https://forms.gle/2xVbRQ4VEFMcpU7n8


હાલ'હેપ્પી સ્ટ્રીટ'માં ૪૦ લોકો દ્વારા ગરબા, સમૂહ/લોક/આદિવાસી નૃત્ય, રમત રમવી, કવિતા/શાયરી, આરોગ્ય માહિતી, સ્કેટિંગ, સ્કીટ, સોલો ડાન્સ, વેવ બોર્ડિંગ અને હુલ્લા હૂપ, ફોટોગ્રાફી, લાઈવ પેઈન્ટીંગ, મિમિક્રી, ઝુમ્બા ડાન્સ, યોગા નૃત્ય, કી બોર્ડ આર્ટીસ્ટ વિગેરેમાં રજીસ્ટ્રેશન થયેલ છે અને વધુમાં વધુ નાગરીકોને પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. Happy Street માં પધારવા તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે.


તારીખ:- તા.રપ/૯/ર૦રર (રવિવાર) 

સમય:- સવારે ૦૭:૦૦ કલાક થી ૧૦:૦૦ વાગ્યા સુધી


કાર્યક્રમનું સ્થળ:- માતળીયા તળાવ, લીંક રોડ, ભરૂચ.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ